કાલોલ(ભાષા) ભાજપને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નારાજ નેતાઓ ભારી પડી શકે તેમ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ કાલોલની બેઠક પર પણ ભાજપને બળવાખોર ઉમેદવારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પરથી વર્તમાન સાંસદનો પુત્ર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જો પોતાના અસંતુષ્ટોના કારણે થયેલી ક્ષતિનુ મૂલ્યાંકન કરશે તો તેને કહી દૂર જવુ નહી પડે. પ્રદેશની રાજધાની અમદાવાદથી 170 કિલોમીટર દૂર કાલોલ વિધાન સભા સીટ તેનુ ખાસ ઉદાહરણ છે.
અસંતુષ્ટોનો આ મામલો અહી સમાપ્ત થતો નથી. એક સમયે પાર્ટીમાં હિંદુત્વની આર્દર્શ રહેલી ઉમા ભારતીએ પણ આ સીટ પરથી પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કાલોલ વિધાનસભા સીટ પંચમહલ જિલ્લામાં આવે છે.
કાલોલના હાલના ધારાસભ્ય તથા આદીવાસી બાબતોના મંત્રી પ્રભાત સિંહ ચૌહાણને પડોશી સીટ ગોધરાથી પાર્ટીના ઉમેદવાર બનાવામાં આવ્યા છે જો કે, ચોહાણના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ એક અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી અખાડામાં કુદી પડ્યાં છે.
આ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નવીનચંદ્ર કાંતિલાલ પટેલ છે. પટેલ પ્રભાત સિંહ ચૌહાણના વિશ્વાસપાત્ર છે. આ સીટ પર આગામી રવિવારે મતદાન થવાનું છે.
ભાજપ માટે આટલી જ સમસ્યા નથી. એક સમયના હિન્દુત્વના પ્રતિક ગણાતા ઉમા ભારતીએ પણ તેમના પક્ષના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કાલોક બેઠક પંચમહાલ જિલ્લામાં છે, કે જ્યાં વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ વ્યાપક કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
જો કે આ બાજુ ચૌહાણ તેમના પુત્રની જાહેરમાં ટીકા કરી રહ્યાં છે પરંતુ અંદરખાનેથી આ તેમનું ષડયંત્ર જ હોવાનું મનાય છે. પક્ષના સુત્રોએ જણાવ્યું છે કે પ્રવિણસિંહ બુટલેગર છે અને કેટાલાય કેસોમાં તેની સંડોવણી છે.