Jambur- ગુજરાતનું 'મિનિ આફ્રિકા જાંબુર

શનિવાર, 11 ફેબ્રુઆરી 2023 (12:10 IST)
Jambur Junagadh - ભારતમાં માત્ર એક લિટર પેટ્રોલ સાથે તમે વિદેશ જઈ શકો છો ! જૂનાગઢથી લગભગ 100 કિલોમીટર દૂર જાંબુર..ગુજરાતમાં ઈંડિયાનું આફ્રિકા !
 
છેલ્લા કેટલાયે દિવસોથી આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાડવામાં આવી રહી છે. મોટરસાઈકલની આ જાહેરાતમાં સાઉથ આફ્રિકન દેખાતા કેટલાક લોકો ગુજરાતમાં સ્થિત પોતાના ગામમાં અતિથિ બનીને આવેલા લોકો સાથે ગુજરાતીમાં વાતો કરે છે. જેમને જોઈને દરેકને આશ્વર્ય થાય છે કે, વિદેશ મૂળના હોવા છતાં પણ આ લોકો આટલું સ્વચ્છ અને સુઘડ ગુજરાતી કેવી રીતે બોલી શકે છે !
 
હકીકતમાં આ લોકો ગુજરાતી જ છે. જે સૌરાષ્ટ્રના જાંબુર ગામમાં રહે છે. આ ગામને ભારતનું નાનકડું આફ્રિકા કહેવામાં આવે છે કારણ કે, અહીં વસનારા દરેક વ્યક્તિની કદ-કાઠી સાઉથ આફ્રિકન વ્યક્તિ સાથે મહદ અંશે મળતી આવે છે.
 
આમ જોઈએ તો તેઓ માત્ર દેખાવમાં જ સાઉથ આફ્રિકન છે, બાકી તો તેઓ પૂરી રીતે ગુજરાતના ખાનપાન, પોશાક અને રહેણીકહેણીના રંગમાં રંગાઈ ચૂક્યાં છે. ગુજરાતમાં તેઓને સિદ્દી બાદશાહ અથવા તો હબસીઓના નામે ઓળખવામાં આવે છે. જેઓએ મુખ્યત: મુસ્લિમ ધર્મનો અંગિકાર કર્યો છે.
 
અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, દીવ, દમણ, ગોવા, કેરલા, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના આદિવાસી વસાહતવાળા વિસ્તારોમાં આવા લોકો તમને સરળતાથી મળી જશે.
 
ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ અને કચ્છ જિલ્લામાં પણ વિભાજીત રીતે આ પ્રજાતિ વસવાટ કરે છે.
 
સ્વિડનની ઉપસલા યુનિવર્સિટીના પ્રોફેસર અબ્દુલાજિજ લોધીએ 'આફ્રિકન સેટલમેન્ટ ઑફ ઈન્ડિયા' નામના પોતાના શોધ વિષયમાં આ પ્રજાતિઓ વિષે વિસ્તૃતમાં માહિતી આપી છે.
 
તેમના અનુસાર આ પ્રજાતિ ભારતના મુસ્લિમ શાસક સૈયદ્દ માટે કામ કરતી હતી જે ઈથોપિયાથી હિન્દુસ્તાનમાં આવી હતી. આ તમામ લોકો સુન્ની મુસ્લિમ છે. તેમાંથી અમુક લોકોએ હિન્દુ અને ઈસાઈ ધર્મનો અંગિકાર પણ કર્યો છે જે ક્રમશ: કર્ણાટક અને ગોવામાં વસવાટ કરે છે.
 
ગુજરાતમાં તેમના આગમન વિષે એવું કહેવામાં આવે છે કે, આજથી બસ્સો વર્ષ પહેલા જૂનાગઢના નવાબે આ લોકોને પોતાના વતનમાં લઈને આવ્યાં હતાં. એ સમયે જૂનાગઢના ગીરના જંગલોમાં સિંહ નો ખુબ જ આંતક હતો.
 
અવારનવાર તે ગામમાં ઘુસીને ગ્રામજનોને ફાડી ખાતા હતાં ત્યારે કોઈએ નવાબને કહ્યું કે, સાઉથ આફ્રિકી લોકો સિંહને અંકુશમાં રાખવાનું સારી પેઠે જાણે છે. નવાબે એ વ્યક્તિની વાત માની લીધી અને આશરે દસ-બાર લોકોને સાઉથ આફ્રિકાથી અહીં લાવવામાં આવ્યાં જેઓની સંખ્યા આજે બે લાખના આંકડાને વટાવી ચૂકી છે.
 
જાંબુરમાં વસનારા સિદ્દી બાદશાહ મૂળ નાઈજીરિયાના કાનો પ્રાંતમાં વાયા સુદાન અને મક્કાની હજ યાત્રા દરમિયાન અહીં આવીને સ્થાયી ગયાં. તેમના નેતાનું નામ બાબા ગૌર હતું જે ખુબ જ ધનિક વ્યક્તિ હતો.
બીજી તરફ એવી પણ લોકવાયકા છે કે, આ પ્રજાતિને ભારતમાં એટલા માટે લાવવામાં આવી જેથી તે એક યૌદ્ધા બનીને નવાબો અને સુલ્તાનોની મુસ્લિમ સેનામાં શામેલ થઈ શકે અને હિન્દૂ રાજાઓથી પોતાના રાજ્યની રક્ષા કરી શકે.
 
કેટલાક સિદ્ધીઓને મુસ્લિમ નવાબો અને સુલ્તાનોની અદાલતોમાં વિશેષ નૌકરોના રૂપમાં ભારત લાવવામાં આવ્યાં, જ્યારે કેટલાક લોકોને ભારતીય વ્યાપારીઓ આફ્રિકાથી સ્વદેશ પરત ફરતી વેળાએ સેવક તરીકે પોતાની સાથે લઈ આવ્યાં.
 
જાંબુરમાં વસનારા સિદ્દી બાદશાહ મૂળ નાઈજીરિયાના કાનો પ્રાંતમાં વાયા સુદાન અને મક્કાની હજ યાત્રા દરમિયાન અહીં આવીને સ્થાયી ગયાં. તેમના નેતાનું નામ બાબા ગૌર હતું જે ખુબ જ ધનિક વ્યક્તિ હતો. તેણે ગુજરાતના ભરૂચ અને ખંભાતમાં અકિક (એક કિમતી પથ્થર) નો વેપાર શરૂ કર્યો.
 
ધીરે-ધીરે આ હબસી લોકો વધવા લાગ્યાં આજે એકલા જાંબૂરમાં આવા આશરે બે થી અઢી હજાર લોકો રહે છે. જે મુખ્યત્વે ખેતાની વ્યવસાય સાથે જોડાયેલા છે. કેટલાક સિદ્દી બાદશાહ નજીકના ગીરના જંગલોમાં સ્થિત અભ્યારણ્યોમાં સિક્યુરિટી ગાર્ડસની નોકરી કરે છે તો કેટલાક ઓટો રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરે છે.
 
આ પ્રજાતિને હવે આદિવાસીનો દરજ્જો મળી ચૂક્યો છે. જાંબુરમાં મહિલા અનામતની સીટ હોવાથી સરપંચનો કાર્યભાર આયેશાબેન સંભાળી રહ્યાં છે. ગુજરાત સરકાર તરફથી પણ આ ગામને જ્યોતિગ્રામ, આવાસપુન: નિર્માણ જેવી તમામ સુવિધાઓ લાભ મળી રહ્યો છે.
 
હવે તો આ સિદ્દીઓનો ઝુકાવ કલા પ્રત્યે પણ વધ્યો છે. તેઓ પૈકીના અમુક લોકો આજે સારા ગાયક છે તો અમુક સારા એવા ઢોલી.
 
ગુજરાતમાં આ ઢોલીઓને 'નાગરચી' અને તેમના સરદારને 'નાગરશા' (ઢોલનો બાદશાહ) ના નામથી ઓળખવામાં આવે છે. કચ્છમાં આ સિદ્દી ગાયક અને ઢોલીઓને 'લંગા' (પુરૂષોને લંગો અને મહિલાઓને 'લંગી') ના નામથી ઓળખવામાં આવે છે. તેમાના દ્વારા ભજવવામાં આવતું 'ધમાલ' નૃત્ય ન તો માત્ર ગુજરાત, ન તો માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર