2017 માં શું હતો આંકડો
2017ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ તેમના હરીફ ભાજપના ઉમેદવાર વિજય કુમાર ચક્રવર્તીને લગભગ 19,000 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસે પણ આ અનામત બેઠક પર જીગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડગામ વિધાનસભા ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જીગ્નેશ મેવાણીને આ ચૂંટણીમાં કુલ 95 હજાર વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ચક્રવર્તીને 76 હજાર વોટથી સંતોષ માનવો પડ્યો હતો.
2012માં મળી હતી જીત
2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર મણીલાલ વાઘેલાએ જંગી માર્જિનથી જીતી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ફકીરભાઈ વાઘેલાને માત્ર 68 હજાર મત મળ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મણીલાલ વાઘેલાને લગભગ 90 હજાર મત મળ્યા હતા. આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીની પકડ ઘણી મજબૂત છે. વર્ષ 2007 અને 1995માં ભાજપને જીત મળી હતી.