ઉધના વિધાનસભા - એક ભૂલના કારણે ભાજપના નગરસેવકને ભારે પડી જશે, એવું તો શું કર્યું કે પોલીસ ઉઠાવી ગઈ

શનિવાર, 3 ડિસેમ્બર 2022 (22:27 IST)
ઉધના વિધાનસભાની ચૂંટણી વેળા પાંડેસરા અંબિકાનગર જીવન વિકાસ સ્કુલમાં મતદાન મથક નંબર-176ની બહાર ગુરુવારે સવારે ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે વિડીયો બનાવી સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીયોમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે એક હાથમાં કમળના નિશાનને પકડી કહ્યું કે મારૂ મતદાન થઈ ગયું, ચાલો તમે પણ મતદાન કરો, પછી હિંદીમાં કહ્યું કે આઈ યે અને ભરોસાની ભાજપ સરકાર બનાયે અને ગુજરાતને સુષ્ટિકરણ મુક્ત બનાયે, જય શ્રી રામ,

આચારસંહિતા હોવા છતાં ચૂંટણીના દિવસે જ ભાજપના કોર્પોરેટરે વિડીયો મતદાન મથકની બહાર બનાવ્યો હતો. બીજી તરફ સોસીયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો બાબતે ચૂંટણી પંચે તપાસનો આદેશ કર્યો હતો. જેના આધારે પાંડેસરા પોલીસમાં પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર જતીન રાણાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે પાંડેસરના નગરસેવક શરદ પાટીલ સામે આચારસંહિતા ભંગનો ગુનો નોંધ્યો છે.વરાછા બેઠક ના ઈવીએમ સાથે ચેડા થઈ શકે તેવી શંકાએ આપ ના કાર્યકરો આખી રાત સ્ટ્રોંગ રૂમ ના સીસી કેમેરા પર બાજ નજર રાખતાં રહ્યાં! 8મી સુધી બેસી રહેશે. 1લી એ મતદાન પૂર્ણ થયા બાદ થી તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મોડી સાંજે લઈ જવાયા હતાં. ગાંધી કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ ની દર વખત જેમ વ્યવસ્થા કરાઇ છે ત્યાં સીસી ટીવી કેમેરાઓ ગોઠવી જડબેસલાક બંદોબસ્ત મુકાયો છે. ત્યારે આપ કાર્યકરો આખી રાત સ્ટ્રોંગ રૂમ બહાર ગોદળા-તકિયા મુકી રાતવસો કરી રહ્યાં છે અને સીસી કેમેરા માં નજર રાખી રહ્યાં છે.!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર