'કોંગ્રેસને ફક્ત મુસ્લિમો જ બચાવી શકે છે, ગુજરાત કોંગ્રેસના ઉમેદવારનો વીડિયો થયો વાયરલ, ભાજપે કરી ફરિયાદ

સોમવાર, 21 નવેમ્બર 2022 (09:03 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે થોડો સમય બાકી છે. રાજ્યના તમામ મુખ્ય રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો સતત રેલીઓ કરી રહ્યા છે. દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરે શનિવારે તેમની રેલી દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેને લઈને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ચંદન ઠાકોરે કહ્યું કે દેશને માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે.
 
જેને લઇને સિદ્ધુપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપે ચૂંટણી પંચમાં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટનો ભંગની ફરિયાદ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ધર્મ અને જાતિ આધારે લોકો પાસેથી મત માંગ્યા હોવાની ફરિયાદ ભાજપે કરી છે. 
 
મુખ્યમંત્રીએ કરી ટ્વિટ 
મુખ્યમંત્રીએ સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વીડિયો પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, હારના ડરથી કોંગ્રેસ ફરી એકવાર અલ્પસંખ્યક તૃષ્ટિકરણના સહારે ચૂંટણી લડી રહી છે. પરંતુ કોંગ્રેસને હારથી કોઈ બચાવી નહીં શકે. કોંગ્રેસના ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરમજનક ગણાવ્યા છે. અને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં લખ્યું છે કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ તૃષ્ટિકરણ તરફ વળી છે. 
 
ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીના ટ્વિટનો આપ્યો જવાબ
મુખ્યમંત્રીની ટ્વીટ બાદ ચંદનજી ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ ટ્વિટના આરોપનો ચંદનજી ઠાકોરે જવાબ આપ્યો હતો કે, મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. મુખ્યમંત્રીએ મારા વીડિયો ટ્વિટ કરવાની જગ્યાએ મોરબી હોનારત, સિદ્ધપુરમાં સરકારી કોલેજ નથી, રોજગારી નથી તેનું કેમ ટ્વીટ કરતા નથી. સિદ્ધપુરની સરસ્વતી નદીમાં કેમ પાણી નાખતા નથી? સતત વધતી મોંઘવારી પર કેમ ટ્વિટ કરતા નથી? હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ સાથે અથડાય એ માટે આવા વીડિયો ટ્વિટ કરવામાં આવે છે. આવા વીડિયો ટ્વિટ કરવાથી ગુજરાતની જનતા માફ નહીં કરે જનતા ચૂંટણીમાં જવાબ આપશે. જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયનો આ વીડિયો છે. 
 
શું કહ્યું હતું ચંદજી ઠાકોરે
ચંદન ઠાકોરે કહ્યું કે, 'ભાજપે આખા દેશને ખાડામાં ધકેલી દીધો છે અને દેશને બચાવનાર જો કોઈ હોય તો તે મુસ્લિમ સમાજ છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ સમુદાય જ કોંગ્રેસને બચાવી શકે છે. હવે તેમનું આ નિવેદન ચર્ચામાં છે અને આ મામલો જોર પકડી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે તેમને નવીનતા લાવવા માટેઆપણે મત આપ્યા હતા, પરંતુ તેમણે મત લઈને દગો કર્યો છે.
 
'આખા દેશમાં કોંગ્રેસ જ તમારું રક્ષણ કરી રહી છે.'
તેણે આગળ કહ્યું, 'હું આનું માત્ર એક જ ઉદાહરણ શેર કરીશ. NRCના મુદ્દે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રસ્તા પર ઉતરી આવ્યા હતા. અન્ય કોઈ પક્ષ મુસ્લિમો માટે ઉભો થયો ન હતો. આખા દેશમાં કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે તમારી રક્ષા કરી રહી છે.ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ટ્રિપલ તલાકના મુદ્દે ભાજપ સુપ્રીમ કોર્ટમાં ગયો અને કાયદો લાવ્યો. કોંગ્રેસે તમને હજ પર જવા માટે સબસિડી આપી હતી, પરંતુ ભાજપે તેની ખોટી નીતિઓને કારણે તે પણ બંધ કરી દીધી હતી. તેઓએ તમારા નાના વ્યવસાયો માટે તમને મળતી સબસિડી પણ સમાપ્ત કરી દીધી.
 
8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામો
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે અને ત્યાર બાદ જ નક્કી થશે કે આ વખતે ગુજરાતની સત્તા કોના હાથમાં જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર