ગુજરાત ચૂંટણીનો મહાસંગ્રામ: PM મોદી, અમિત શાહ અને અરવિંદ કેજરીવાલે મતદાન કરવા લોકોને કરી અપીલ

સોમવાર, 5 ડિસેમ્બર 2022 (08:21 IST)
પ્રધાનમંત્રીએ ટ્વિટ દ્વારા ગુજરાતની પ્રજાને મતદાન કરવા કર્યો આગ્રહ   
 
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન કે જેમાં ૯૩ ઉમેદવારનું ભાવિ નક્કી થવાનું છે. તે પહેલા સવારે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતની પ્રજાને મતદાન કરવાનો કરવામાં આવ્યો આગ્રહ તેમાં પણ તેને ટ્વિટમાં ખાસ યુવાનો અને મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમને ટ્વિટમાં લખ્યું હતું કે, "ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.   હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ."

 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મતદારોને કર્યો અનુરોધ
ગુજરાતમાં આજે 93 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે ગુજરાતમાં છેલ્લા તબક્કાનું મતદાન છે. તો હું આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે, ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે ચૂંટવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો તેવો અનુરોધ છે. તમારો એક મત ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય નક્કી કરી શકે છે.
 
ગુજરાતનો ચૂંટણી જંગ ત્રિકોણીય બનતો જોવા મળે છે અને આજે એ જંગમાં છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણીના થોડાક કલાકો પહેલા જ દિલ્હીના મુખ્ય પ્રધાને ટ્વિટ કરતા કહ્યું છે કે, "બીજા તબક્કાનું આજે ગુજરાતમાં 93 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. તમામ મતદારોને મારી અપીલ- આ ચૂંટણી ગુજરાતની નવી આશાઓ અને આકાંક્ષાઓની ચૂંટણી છે. દશકાઓ પછી આ એક સુવર્ણ તક છે. ભવિષ્ય તરફ જોઈને, ગુજરાતની પ્રગતિ માટે મતદાન કરીને આવો, આ વખતે કંઈક અલગ અને અદ્ભુત કામ કરીને આવો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર