કાર્યકરોના આક્રોશથી બચવા નવો રસ્તો, કોંગ્રેસે અમદાવાદની છ બેઠકો માટે ઉમેદવારોને ફોન પર જાણ કરી

બુધવાર, 22 નવેમ્બર 2017 (13:15 IST)
અમદાવાદ શહેરની બેઠકોની ચૂંટણી ૧૪મી ડિસેમ્બરે, બીજા તબક્કાની યોજાનારી છે. જેના માટેનાં ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. પરંતુ કોંગ્રેસે આજે અમદાવાદની બાપુનગર, દરિયાપુર, ખાડીયા-જમાલપુર, દાણીલીમડા, સાબરમતી અન્ વેજલપુરની બેઠકોનાં ઉમેદવારો નક્કી કરી નાખ્યા છે. જેની જાણ ટેલીફોનતી કરી દેવાઈ છે. બાપુનગર, દરીયાપુર, ખાડીયા-જમાલપુર, દાણીલીમડા, સાબરમતી અને વેજલપુરની બેઠકો નક્કી ટિકિટ ફાળવણીના મુદ્દે કોંગ્રેસમાં ભારે આક્રોશ ઊભો થયો છે.

અમદાવાદની બેઠકો ખૂબ જ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ છે. અમદાવાદની ૧૬ પૈકીમાંથી હાલમાં માત્ર બે બેઠકો જ કોંગ્રેસ પાસે છે. આ વખતે કોંગ્રેસ જો સારા અને લાયક ઉમેદવારોને ટિકિટ આપશે તો વધુ બેઠકો જીતી શકે એવી શક્યતાઓ છે. પરંતુ કોંગ્રેસે જેના માટે ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાનું નક્કી કરતાં કોંગ્રેસની હાલત કફોડી બનશે. ફોન પર જેને જાણ કરાઈ છે તેમાં બાપુનગરની હિંમતસિંહ પટેલ, દરીયાપુરથી ગ્યાસુદ્દીન શેખ, ખાડીયા-જમાલપુરની સાબીર કાબલીવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સાબરમતીથી ડૉ. જીતુ પટેલ અને વેજલપુરી કોઈ પટેલ બિલ્ડર જૂથનાં પરિવારના સભ્યને ટિકિટ આપવાની વાત છે. દિલ્હીથી ફોન આવતા કેટલાક સભ્યોએ પોતાનાં વિસ્તારમાં રાઉન્ડ શરૃ કરી દીધા છે. જેને પગલે અનેક વિસ્તારોમાથી રોષ ફાટી નીકળ્યો છે. મોડી રાત્રે બાપુનગર વિધાનસભા યુવક કોંગ્રેસના હોદ્દેદારોએ આ સંદર્ભમાં એક મીટીંગ પણ કરી હતી. તેમજ જો મોવડીમંડળ ઉમેદવારો નહીં બદલે તો રાજીનામાં આપી દેવાનું તેમજ આવા ઉમેદવારોને હરાવવાનું નક્કી કરાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર