આજે જન્મદિવસ પર Shankar Singh Vaghela શુ કોંગ્રેસ છોડવાનું એલાન કરશે ? સૌની નજર આજની તેમની પ્રેસ કોન્ફરેંસ પર

શુક્રવાર, 21 જુલાઈ 2017 (10:22 IST)
લાંબા સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલા આજે પાર્ટી છોડવાનું એલાન કરી શકે છે. આજે તેમનો જન્મદિવસ છે અને આ અવસરનો તેઓ શક્તિ પ્રદર્શનના રૂપમાં ફાયદો ઉઠાવવા મનગે છે. ગાંધીનગરમાં વાઘેલા પોતાના સમર્થકોની વચ્ચે હશે. આ પહેલા ગુરૂવારે તેઓ દિલ્હીમાં હતા. તેમના આ પ્રવાસને કોંગ્રેસ નેતૃત્વ પર દબાણ બનાવવાની રણનીતિના રૂપમાં જોવાય રહી છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને વાઘેલા ઈચ્છે છે કે પાર્ટી તેમને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરી દે. પણ ગુજરાત કોંગ્રેસ આ વાતને લઈને બે જૂથમાં વહેંચાઈ ગયુ છે. શંકર સિંહ વાઘેલા વિરુદ્ધ  ભરત સિંહ સોલંકી  
 
ગયા મહિને ભાજપામાં ઘર વાપસીની અટકળોને વિરામ આપતા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલાએ સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ બીજેપીમાં જઈ રહ્યા નથી.  પણ તેમને પાર્ટીની કાર્ય પ્રણાલીને લઈને આક્રોશ બતાવ્યો હતો. શંકર સિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે  જો પાર્ટી નેતૃત્વ ગુજરાતમાં આ પ્રકારના આત્મઘાતી માર્ગ પર ચાલશે તો તે તેમની પાછળ નહી જાય.  વાઘેલાએ એ પણ કહ્યુ હતુ કે તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીની જરૂર વિશે પોતાની વાત મુકી છે પણ રાજ્યના અન્ય નેતા તેમને કોંગ્રેસમાંથી બહાર કરવા માટે કામ કરી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષના અંતમા ચૂંટણી થવાની છે. કોંગ્રેસ નેતૃત્વને આડે હાથે લેતા દૂરદર્શિતાનો અભાવ હોવાની વાત કરી હતી. ઉલ્લેખની છે કે પાર્ટી પ્રમુખે તેમને આગામી ચૂંટણી પહેલા પૂરી છૂટ આપવાની વાતને નકારી દીધી હતી. 
 
વાઘેલાએ કહ્યુ હતુ કે પાર્ટીને મારી ફરિયાદ એ છે કે તેમને ગુજરત ચૂંટણીમાં જીત મેળવવા માટે કોઈ  યોજના બનાવી નથી. જ્યારે કે અમને ખબર છે કે તેમા(ચૂંટણીમાં)  એક મહિનાનુ પણ મોડુ નહી થાય. વરિષ્ઠોમાં દૂરદર્શિતાનો અભાવ છે. તેમને ખબર નથી કે શુ થવાનુ છે. વાઘેલાએ કહ્યુ તમે આત્મહત્યાના માર્ગ પર વધી રહ્યા છો. આગળ ખૂબ મોટો ખાડો છે. તમારે પડવુ જ છે તો આગળ વધો.. હુ આ માર્ગ પર તમારી પાછળ નહી આવુ.. 
 
શંકર સિંહ વાઘેલા શુ નિર્ણય લેશે તેની જાણ તો આજે તેમના બપોરે 2 વાગ્યાના પ્રેસ કોન્ફરેંસ પછી જ જાણ થશે.. 

વેબદુનિયા પર વાંચો