પૂર્વ કોન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતમાં પત્રકાર પરિષદમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વાતાવરણમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. જે એક સંકેત છે. હું ગુજરાતનો જમાઈ છું. વિશ્વની સૌથી મોટી શક્તિ હોય છે એ છે પ્રજા તંત્ર. 22 વર્ષથી જે કાંડ ચાલી રહ્યા છે તેનો પર્દાફાશ હવે જનતા કરશે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં તે આવેલા ઈશ્વર ફાર્મ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતમાં ખેડૂતોની વાત કરવામાં આવે ત્યાં બીજી બાજુ વીજળી પાણી ઉત્પાદનના ભાવ વધી ગયું છે.અને ખેડૂત દુઃખી છે.
મોદીએ કીધું હતું કે, ભાવ 1500 સુધી લઇ જશું પરંતુ કોંગ્રેસના વખતમાં 1300 હતાં. આજ વાત શાકભાજીની છે. શેરડીના ભાવમાં પર ઘણો ફેરફાર છે. જેમાં ઇન્કમટેક્ષ લાગવાના કારણે ખેડૂતો પોતાને નબળા માનવા લાગ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત મોડલની વાત કરીએ તો એ કોઈ સરકારી અમાનત નથી એ જનતાની અમાનત છે. ડાયમન્ડ ઉદ્યોગમાં 50 હજારથી વધુ લોકો બેરોજગાર છે.15 લાખથી વધુ લોકો દેશમાં બેરોજગાર છે. કમળનું ફુલ હમારી ભૂલના નારા લાગે છે. રામ મંદિરનો મુદ્દો કોર્ટ સમક્ષ છે અને તેનું સન્માન બધાએ કરવું જોઈએ. કપિલ સિબ્બલે જે કહ્યું એ એક અભિવાષકના રૂપે કહ્યું એ સ્વતંત્ત છે અને કોંગ્રેસ તેનો જવાબ ના આપે જનતા આપશે.