ભાજપની પ્રથમ યાદીમાં મહિલાઓની ઉપેક્ષા: આનંદીબહેન જૂથનો સફાયો, મુસ્લિમોને ટિકીટ ના મળી

શનિવાર, 18 નવેમ્બર 2017 (12:36 IST)
ભાજપે ૭૦ ઉમેદવારોની જાહેર કરેલી યાદીમાં માત્ર ૪ મહિલાઓને સ્થાન મળ્યું છે. વાસ્તવમાં ભાજપનાં ટોચનાં નેતાઓ દ્વારા મહિાલઓને ૩૩ ટકા અનામત આપવાની મોટી મોટી વાતો કરે છે. ભૂતકાળમાં આ અંગેની ઝૂંબેશ પણ ચલાવાઈ હતી. પરંતુ ટિકિટ આપવામાં ૩૩ ટકાનું પ્રમાણ જળવાયું નથી. જો ૩૩ ટકા લેખે મહિલાઓને ટિકિટ આપી હોત તો ચારને બદલે સંખ્યા ૨૨ની થઈ હોત.

બીજી બાજુ આ યાદી જોતા એવું લાગી રહ્યું છે કે, ભાજપે દરેક બેઠક પર જ્ઞાાતિ-નીતિનાં સમીકરણને ધ્યાનમાં લીધું છે. તેમજ ત્રણ ચૂંટણી પછી સવર્ણોને પણ ટિકિટમાં પ્રાધાન્ય મળ્યું હોય એવું દેખાય છે. લઘુમતી ધર્મમાં બે લોકોને ટિકિટ અપાઈ છે જે બન્ને જૈન છે. પરંતુ એકપણ મુસ્લિમને ટિકિટ અપાઈ નથી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનાં જૂથને પણ હાઈકમાન્ડે કદ પ્રમાણે વેતરી નાખ્યું છે. ખૂબ જ કુનેહપૂર્વક તેમનાં વિશ્વાસુ કે નજીક ગણાતા ટેકેદારોને હાંસિયામાં ધકેલી દેવાયા છે. હવે પછી જાહેર થનારી યાદીમાં પણ આ સિલસિલો જળવાઈ રહેવાની શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર