ચૂંટણી પુરી થઈ બે આંદોલનકારી જીત્યા હવે તેમનું શું? હાર્દિક પટેલ શું કરશે?
મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (11:50 IST)
ગુજરાતમાં ચૂંટણી પુરી થઈ ગઈ અને તેનું પરિણામ પણ આવી ગયું. આ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પડનારા ત્રણ યુવાન આંદોલનકારીઓ હવે શું કરશે એના પર સૌની મીટ મંડરાયેલી છે. રાજનીતિમાં આંદોલન થકી ઉભા થયેલા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને કલ્પેશ ઠાકોરની ત્રિપુટીને રાજકીય મહત્વકાંક્ષાઓને પાંખો લાગશે એ નક્કી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારોની મહત્વની ભુમિકાને જોતા હાર્દિક પાટીદારોને બેઝવોટ બનાવતા પોતાનો અલગ પક્ષ રચી શકે છે.
હાર્દિકના નજીકના સુત્રો જણાવે છે કે ગુજરાતમાં અત્યારે પાટીદારો પોતાને રાજનીતિમાં અલગ-થલગ હોવાનુ માની રહ્યા છે. જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટણી લડયા છે કોંગ્રેસે તેમને પક્ષમાં સામેલ કરવા માટે ઘણુ જોર લગાવ્યુ પરંતુ તેઓ કોંગ્રેસના ખીલે બંધાવા માંગતા નહોતા. જો કે કોંગ્રેસે તેમની સામે કોઇ ઉમેદવાર મુકયો નહોતો. જો કોંગ્રેસની સરકાર બનત તો તેઓ મંત્રી બને એ નક્કી હતુ પરંતુ હવે અપક્ષ ધારાસભ્ય બની રાજનીતિને પોતાનુ મકસદ નહી બનાવે. કહેવાય છે કે માયાવતીના રાજકીય પ્રયોગને તેઓ ગુજરાતમાં અજમાવવાનો પ્રયાસ કરી શકે છે એટલે કે દલિતોની અલગ પાર્ટી બનાવશે. માયાવતી જે દલિત અને મુસ્લિમો સમીકરણને યુપીમાં અજમાવવા જોર કરી રહ્યા છે તેવુ જ જોર મેવાણી ગુજરાતમાં કરી રહ્યા છે. ઓબીસી પોલીટીકસનો સૌથી મોટો ચહેરો બની ઉભરેલા અલ્પેશ ઠાકોરે ભલે કોંગ્રેસનું સભ્યપદ લઇ લીધુ હોય પરંતુ તેઓ માત્ર કોંગ્રેસના ધારાસભ્ય બનીને સંતોષ નહી માને.
ગુજરાતમાં ઓબીસી મતદારોની મોટી સંખ્યાને જોતા અલ્પેશ કોંગ્રેસમાં પોતાના માટે મોટો મુકામ મેળવવાનો પ્રયાસ કરી શકે છે. તેમની ઇચ્છા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવા કે પછી વિધાનસભામાં વિપક્ષી નેતા બનવાની ઇચ્છા હોય શકે છે. કોંગ્રેસ માટે પણ તેમને દબાવીને રાખવાનુ સરળ નહી રહે. કોંગ્રેસમાં સંતોષ નહી થાય તો અલ્પેશ પણ પોતાનો અલગ માર્ગ બનાવવામાં વાર નહી લગાડે