ગુજરાત ચૂંટણી 2017 - BJP અને Congress માટે ઈજ્જતનો સવાલ છે આ ખાસ સીટ

ગુરુવાર, 23 નવેમ્બર 2017 (20:51 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજકારણનો પારો ઉફાન પર છે. કોંગ્રેસ અને ભાજપાએ ગુજરાત વિધાનસભા સીટની 182 સીટો માટે પોતાનુ ચૂંટણી અભિયાન ઝડપી બનાવ્યુ છે. તેમાથી  એક સીટ બંને પાર્ટીઓ માટે ઈજ્જતનો સવાલ બની ગઈ છે. આ સીટ પર બે દિગ્ગજ નેતા પરસ્પર ટક્કર લઈ રહ્યા છે. 
 
ગુજરાતની આ મહત્વની સીટનુ નામ છે ભાવનગર વેસ્ટ.. અહીથી સત્તારૂઢ ભાજપાના પ્રદેશ આધ્યક્ષ જીતુ વાઘાણી મેદાનમાં છે અને તેમને આ વખતે ટક્કર આપવા જઈ રહ્યા છે કોંગ્રેસના નેતા દિલીપ સિંહ ગોહિલ. તેઓ આ વખતે પાટીદાર નેતા હાર્દિક પટેલની મદદથી ભાજપાના વઘાણીને ટક્કાર આપી રહ્યા છે. 
 
ભાવનગર વેસ્ટ વધાનીનુ ગૃહ ક્ષેત્ર 
 
ઉલ્લેખનીય છે કે વેસ્ટ વઘાણીનુ ગૃહ ક્ષેત્ર છે અને તેઓ પોતે પણ પાટીદાર સમુહના છે. એ જ કારણ છે કે તેમણે અગાઉની ચૂંટણીમાં સહેલાઈથી જીત નોંધાવી હતી. પણ આ વખતે પાટીદાર સમુહ ભાજપા વિરુદ્ધ છે અને ગોહિલ તેમને મોટી ટક્કર આપવા જઈ રહ્યા છે. 
 
ગોહિલને મેદાનમાં ઉતારવથી વઘાણી માટે ભાવનગર વેસ્ટ ઈજ્જતનો સવાલ બની ગઈ છે. હાર્દિક પટેલનુ કોંગ્રેસને સમર્થન આપવાથી ભાજપાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ જ કારણે પણ વઘાણીને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
 
મોકાનો ફાયદો ઉઠાવવા ઉતર્યા દિલીપ સિંહ 
 
વઘાણી વિશે ઉલ્લેખનેય છે કે ભાજપાના કદાવર નેતા છે અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ખાસ છે. તેમને શાહના 150 સીટો જીતવાના મિશનને સફળ બનાવવાના પ્રયત્ન શરૂ કરી દીધા છે પણ પાટીદાર સમુહનો મૂડ ઓળખવો પણ સહેલો નથી. 
 
બીજી બાજુ દિલીપ સિંહ ગોહિલ આ તકનો લાભ ઉઠાવવા કમર કસી રહ્યા છે ગોહિલ આ વખતે ભાવનગરમાં વઘાણી વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. તેઓ જોર શોરથી પાટીદારનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.  
 
આંદોલનની દિશા નક્કી કરશે ભાવનગર સીટ 
 
રાજનીતિક પંડિતોનુ માનીએ તો ભાવનગર વેસ્ટ રાજકારણની દિશા નક્કી કરનારી રહેશે. અહી જે પણ જીતશે તેની જ સરકાર બનવાની પૂરી શક્યતા છે. આ જ કારણ છે કે કોંગ્રેસ અને ભાજપા પોતાનો પૂરો જોર અહી લગાવી દીધો છે. 
 
કોંગ્રેસ અહી હાર્દિક પટેલના સહારે બીજેપીની કમજોર કરવામા લાગી છે. ભાવનગર શહેરમાં કોગ્રેસ રોડ શો સાથે ઘરે ઘરે જઈને વોટરોને લોભાવવાની કોશિશ કરી રહી છે. બીજી બાજુ વાઘાણી પણ સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા ભાજપાનુ મહત્વ બતાવવુ શરૂ કરી દીધુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર