સોશિયલ મીડિયા પર એક તસ્વીરને શેયર કરતા પીએમ મોદીને સવાલ પૂછતા એ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છેકે પીએમ મોદીનો વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનો દાવો ખોટો છે. વાયરલ તસ્વીરમાં સવાલ પૂછવામાં આવ્યો છે.. 'તમારો (નરેન્દ્ર મોદી) જન્મ 1950માં થયો અને વડનગરમાં 1973માં ટ્ર્રેન ચાલી.. ત્યારે તમે 23 વર્ષના હતા. 20ની વયમાં તમે ઘર છોડી દીધુ તો તમે ચા ક્યારે વેચી હતી ? આ તસ્વીર ઉપરાંત પણ સોશિયલ મીડિયા પર અનેક લોકો જુદા જુદા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
રેલવેના દસ્તાવેજ મુજબ વડનગરમાં રેલવેનો ઈતિહાસ
આગળની પડતાલમાં અમે માહિતી મેળવીકે અંગ્રેજી શાસન દરમિયાન વેપાર માટે ગુજરાતના અનેક જીલ્લામાં રેલવે લાઈન પાથરવામાં આવી. તેમા વડનગરની રેલવે લાઈન પણ હતી. એક અન્ય સોર્સ મુજબ આ રેલવે લાઈન વડોદરા સ્ટેટ દ્વારા ગાયકવાડના રાજમાં બનાવાઈ હતી. વડોદરા કપાસના ઉત્પાદનમાં આગળ હતુ.. અને ગાયકવાડને લાગ્યુ કે અમેરિકી નાગરિક યુદ્ધને કારણે પુરવઠો મોકલવામાં અવરોધ દરમિયાન ઈગ્લેંડના બજારોમાં કપાસની આપૂર્તિ કરી શકાય છે.
આ ઉપરાંત વડનગરના એક પ્રાચીન નગર નામના બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે 1893માં વડનગર સ્ટેશન પાસે એક એંગ્લો-વર્નેક્યૂલર સ્કુલ પણ ખોલવામાં આવી હતી. મતલબ સ્ટેશન પહેલાથી જ હાજર હતુ.. શોઘગંગા વિશ્વવિદ્યાલયના શોઘકર્તા દ્વારા લખવામાં આવેલ લેખોનો ઓનલાઈન સંગ્રહ છે. આ સાઈટ પર ઉપલબ્ધ એક થીસિસમાં પણ આ સ્કૂલનો ઉલ્લેખ છે.