video- વડોદરામાં આશાવર્કરે પીએમ મોદી પર રોડ શો દરમિયાન બંગડીઓ ફેંકી

સોમવાર, 23 ઑક્ટોબર 2017 (12:26 IST)
વડોદરા ખાતે યોજાયેલ વડાપ્રધાન મોદીના રોડશોમાં એક આશાવર્કર મહિલાએ બંગડીઓ ફેંકતા હડકંપ મચી જવા પામ્યો હતો. રોડ શો પહેલા મોદીના આગમન ટાણે જ આશાવર્કર બહેનોને કલેક્ટર કચેરી ખાતે નજર કેદ કરી લેવાઈ હતી. આ દરમિયાન આશા વર્કર આંદોલનના અગ્રણી ચંદ્રિકાબેન પોલીસની નજર ચૂકવી પીએમના રોડ શો સુધી પહોંચવામાં સફ‌ળ રહ્યા હતા. મોદીનો રોડ શો વીઆઇપી રોડ પર પહોંચતા તેઓએ ડઝનથી વધુ બંગડીઓ મોદી પર ફેંકતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. વડોદરાની આશાવર્કર બહેનો છેલ્લા 35 દિવસથી પોતાની માંગણીઓને લઇને આંદોલન ચલાવી રહી છે. આશાવર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઇને પીએમ સમક્ષ રજૂઆત કરવા જવાના હતા. પરંતુ પોલીસે આશાવર્કર્સને કલેક્ટર કચેરી ખાતે નજરકેદ રાખી હતી. પોલીસની નજર ચૂકવીને પીએમના કાર્યક્રમ સ્થળ સુધી પહોંવામા સફળ થયેલ આશાવર્કરો વચ્ચે સ્થળ પર ઘર્ષણ થયુ હતુ. જેમાં રેખાબેન મકવાણા સાથે પોલીસની ઝપાઝપી થતા રેખાબેનને માથાના ભાગે ઇજા થવા પામી હતી. જેને કારણે તેમને સાંજે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આશાવર્કર આંદોલનના અગ્રણી ચંદ્રિકાબેન પોલીસની નજર ચૂકવી પીએમના રોડ શો સુધી પહોંચવામાં સફ‌ળ રહ્યા હતા. રોડ શો વીઆઇપી રોડ પર પહોંચતા તેઓએ ડઝનથી વધુ બંગડીઓ મોદી ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તાત્કાલિક સ્થળ પરની પોલીસે તેમની અટકાયત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર