ગુજરાતમાં ચૂંટણી પહેલા GSTમાં સુધારો કરી શકે છે મોદી સરકાર

બુધવાર, 1 નવેમ્બર 2017 (11:39 IST)
ગુજરાત ચૂંટણી એક દમ નિકટ છે. 22 વર્ષથી રાજ્યની સત્તા પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાની તાકત સરકવાનો ભય છે. નોટબંધી અને જીએસટીને કારણે રાજ્યના વેપારી વર્ગ મોદી સરકારથી નારાજ છે. પણ પાર્ટી કાર્યકર્તાને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં વોટિંગ પહેલા જીએસટીના ટેક્સ સિસ્ટમમાં થોડો ફેરફાર કરશે અને તેને સહેલાઈથી સરળ બનાવશે.  જેમા વોટિંગ દરમિયાન વોટરોનો ગુસ્સો સરકાર પર ન ઉતરે.. 
 
વિશેષજ્ઞોનુ પણ માનવુ છે કે જીએસટી લાગૂ થવાથી રાજ્યમાં નાના વેપારીઓ ખૂબ પરેશાન થયા છે એક મોટા બીજેપી નેતાએ મેલ ટુડે સાથે વાત કરતા કહ્યુ કે આ અમે જાણીએ છીએ કે લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યુ કે પાર્ટી આ સમજી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં જીએસટી એક મોટો મુદ્દો બની ગયો છે. 
 
પણ બીજેપી નેતાએ એ પણ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહથી વધુ સારી રીતે ગુજરાતી વેપારીઓને કોઈ સમજી શકતુ નથી. તેમણે કહ્ય કે જીએસટીમાં થોડો અર્જેંટ સુધારા કરવામાં આવ્યા છે. તેનાથી કોંગ્રેસ તેને ચૂંટણી મુદ્દો નહી બનાવી શકે. 
 
નેતાએ કહ્યુ કે લોકોને કોંગ્રેસ સરકાર દરમિયાનનું ઈંસ્પેક્ટર રાજ્ય યાદ છે. કેન્દ્ર સરકારે જીએસટીમાં જે ફેરફાર કર્યો છે તે વોટો માટે નથી પણ લોકોની પરેશાની દૂર કરવા માટે કરવામાં આવ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે જીએસટીમાં વધુ ફેરફાર કરવા માટે શુ પાર્ટી મોદી સરકાર પર દબાણ બનાવશે તો તેમણે કહ્યુ કે તે આ મુદ્દે મીડિયામાં વાત કરી શકે છે.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરના રોજ વોટિંગ થવાનુ છે.  આ પહેલા કોંગ્રેસે જીએસટીને એક મોટો મુદ્દો બનાવ્યો છે. જીએસટી લાગૂ થવાના વિરોધમાં સૂરતમાં અનેક વેપારી રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસ આ વાતનો ફાયદો ઉઠાવવા માંગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર