Horse Day- શું તમે ક્યારેય બેસતો ઘોડો જોયો છે? આ રીતે તેઓ ઉભા રહીને તેમની ઊંઘ પૂરી કરે છે

બુધવાર, 13 ડિસેમ્બર 2023 (12:32 IST)
Horse Day 2023- ડિસેમ્બર આજે આખી દુનિયામાં હાર્સ ડે ઉજવાય છે. આજે અમે હાર્સ એટલે કે ઘોડોના વિશે એક તમને હકીકતો સાથે પરિચય કરાવશે. અમે ઘણીવાર ઘોડો જોયા છે ક્યારે ફિલ્મોમાં તો ક્યારે હકીકતમાં પણ જ્યારે પણ તેણે જોયા છે ત્યારે કાં તો તે દોડે છે કે પછી તબેલામાં ઊભા છે. તે ક્યારેય બેસતો કે સૂતો જોવા મળ્યો ન હતો. તો શું ઘોડો ક્યારેય ઊંઘે છે? તો પછી તમે કેવી રીતે આરામ કરશો? શું ઘોડો ક્યારેય ઊંઘે છે? જાણો આ બધા સવાલોના જવાબ.
 
ઘોડો ક્યારે પણ બેસતા નથી 
ઘોડોને હમેશા ઉભા જ જોપ્યા છે તો ત્યારે મનમાં સવાલ આવે છે કે આ ક્યારે આરામ કરવા માટે બેસતા નથી જો તમે પણ આવુ વિચારો છો તો તમને જણાવીએ કે ઘોડો હમેશા ઉભા નથી રહેતા તે ક્યારે-કયારે બેસે છે. હકીકતમાં ઘોડોના શરીરની બનાવટ એવી હોય છે કે તે વગર બેસીને જ ઉભા-ઉભા આરામ કરી શકે છે. તેથી તેણે બેસવાની વધારે જરૂર નથી હોય છે. તે સિવાય શારીરિક બનાવટના કારણે બેસવા પર ઘોડાને આરામને બદલે વ્યક્તિ વધુ અસ્વસ્થતા અનુભવે છે. તેથી જ તે પોતાનો મોટાભાગનો સમય ઉભા રહીને વિતાવે છે.
 
શુ ઘોડો સૂતા નથી 
જો ઘોડો ઉભા રહે છે તો વધારે સમય તો પછી શું તે સૂતા નથી. મનમાં સવાલ આવે છે . પણ આવુ નથી કે ઘોડો સૂતા નથી. માત્ર આટલુ અંતર છે કે તે ઉભા-ઉભા જ સૂઈ જાય છે કે કહીએ કે આરામ કરી લે છે. જેનાથી જોવાનારાઓને અંદાજો નથી થતુ કે ઘોડો સૂઈ રહ્યા છે જાગી રહ્યુ છે. ઘોડાઓ દિવસમાં 30 મિનિટ સુધીની ઘણી ઊંડી ઊંઘ લે છે. આ સાથે તે દિવસભર નાની-નાની નિદ્રા લેતો રહે છે. 
 
તેના પાછળ કારણ શું છે 
ઘોડોના વિશે આટલુ જાણ્યા પછી મનમાં સવાલ આવે છે કે આખરે આવુ શા માટે. જેમ કે અમે પહેલા જ જણાવ્યુ કે ઘોડોના શરીરની બનાવટમા કારણે તેણે બેસવાથી વધારે ઉભા રહેવામાં સરળ  રહે છે આ એક મુખ્ય કારણ છે. ઘોડોની કમર સીધી હોય છે જે વળી શકતી નથી. જ્યારે ઘોડો બેસે છે તો તે પછી તેને ઉઠવામાં પરેશાની હોય છે. બેસવાથી ઘોડોના શરીરનો આખુ વજન તેમના શરીરના આગળ અના ભાગ પર આવી જાય છે તેથી તેને શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે. તેથી તે ખૂબ ઓછા બેસવાની કોશિશ કરે છે. કારણ કે  ઘોડો ઊભા રહીને પણ આરામ કરે છે, તેથી તેમને બેસવાની જરૂર નથી.

Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર