મોદી સે.૨૨માં માતૃશ્રી હિરાબાના આશીર્વાદ લીધા

શુક્રવાર, 16 મે 2014 (12:11 IST)
મોડી રાત સુધી તંત્ર પૂર્વ તૈયારીમાં લાગ્યું : સે.૨૨ માં સાફસફાઈ ઝુંબેશ ચાલી : બેરીકેટસ ખડકી દેવાયા 
 
લોકસભાની ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. પી.એમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી નો વિજય નિશ્ચિત હોવાની સાથે એન.ડી.એ ની સરકાર સત્તામાં આવે  તેવી સંભાવના પ્રબળ બની છે. ભાજપના વિજયરથના સારથી બની હવે દેશનું સુકાન સંભાળવા મુખ્યમંત્રી શ્રી જઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ અનોખી રાજકીય ઉત્તેજના છવાયેલી જોવા મળી રહી છે. 
 
મુખ્યમંત્રીશ્રી સવારે ૧૧ વાગ્યે સે.૨૨ માં તેમના લઘુબંધુ શ્રી પંકજભાઈ મોદીના નિવાસ્થાન ખાતે માતૃશ્રી હીરાબાના આશીર્વાદ લીધા. . ત્યારે ૧૬ મી લોકસભાની ચુંટણીના પરિણામોનું મોટા ભાગનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું હશે.
મુખ્યમંત્રીશ્રી મોદી ગુજરાતની વડોદરા ઉપરાંત ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. આ બંને બેઠકો પર મોદીએ શાનદાર જીત મેળવી છે.  અર્થાત વિજયશ્રી ને વરેલા મુખ્યમંત્રીશ્રી પ્રથમ માતાના આશીર્વાદ મેળવ્યા છે. હવે તેઓ  જનતાજનાર્દનનું અભિવાદન ઝીલશે.
 
મુખ્યમંત્રીશ્રીના સે.૨૨ ના આગમનને લઇ આજે તંત્ર દ્વારા મોડી રાત સુધી સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે સે.૨૨ માં બેરીકેટસ પણ ખડકી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મોદી સે.૨૨ પંચદેવ મંદિરે પણ દર્શન કરવા જશે.
 

વેબદુનિયા પર વાંચો