મોદીએ કર્યુ વોટિંગ. વોટિંગ કર્યા પછી કમળનું નિશાન બતાવતા વિવાદ

બુધવાર, 30 એપ્રિલ 2014 (11:02 IST)
. ભાજપાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે અમદાવામાં પોતાના મતદાનનો પ્રયોગ કર્યો. મોદીએ મતદાન પછી કમળનું નિશાન લઈને પ્રેસ સાથે વાત કરી. વોટ નાખ્યા પછી મોદીએ આંગળી પર શાહીનું નિશાન બનાવ્યા બાદ કમળનુ ચિહ્ન બતાવ્યુ. 
 
ખાસ વાત એ હતી કે પોતાની વાત કહેવા દરમિયાન તેમને ડાબા હાથમાં કમળનુ ફુલ પકડી રાખ્યુ. આ દરમિયાન કમળના ચિહ્ન સાથે તેમણે પોતાના મોબાઈલ દ્વારા સેલ્ફી પણ લીધો. મતદાન કેન્દ્રની બહાર મોદી દ્વારા ચૂંટણી ચિહ્નનો ખોટો પ્રયોગ કરવા વિરુદ્ધ કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરવાનુ મન બનાવી લીધુ છે. કોંગ્રેસનો આરોપ છેકે મોદીએ મતદાન કેન્દ્ર બહાર કમળનુ નિશાન લઈને મીડિયા સાથે વાત કરી. 
 

વેબદુનિયા પર વાંચો