1964માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન થતા કોંગ્રેસ પક્ષે ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન બનાવ્યા હતા. નંદા પ્રથમવાર 14 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ લાલબહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન પદે બેસાડવામાં આવ્યા હતા. જેનુ દોષ વર્ષ બાદ અવસાન થતા ફરીથી ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પહેલાની જેમ બીજી વખતે પણ તેઓ 14 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા.