ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. આ મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા હોય, સંકટ હોય કે પછી ધનનો અભાવ આ તમામનું તુરંત નિવારણ થઈ જાય છે. તેમાં પણ આવતી કાલે છે ગણેશ ચતુર્થીનો પર્વ તો આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાની શુભ શરૂઆત તમે કરી શકો છો.
1. ઈચ્છાપૂર્તિ માટેનો મંત્ર - માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ નથી હોતો, એટલા માટે જ અનેકવિધ કામનાઓથી વ્યક્તિ હંમેશા ઘેરાયેલી રહે છે. આવી જ વિવિધ કામનાઓની પૂર્તિ માટે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના કરવી જોઈએ. આ સાધના અક્ષય ભંડાર પ્રદાન કરે છે. તેના માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો.
ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા
2. જીવનના અવરોધો અને નિરાશા દૂર કરવા - નિરાશા, ક્લેશ, વિધ્નને દુર કરવા માટે વિધ્નરાજના આ મંત્રનો જાપ કરો