ભગવાન ગણેશજી વિધ્નહર્તા અને મંગલકર્તા છે. ભક્તો બાપ્પાના ઘર આગમનથી ખુશ થઈને તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરી રહ્યા છે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી વિધ્નહર્તા તમામ કષ્ટો દૂર કરી દે છે આ વખતે દરેક ભક્ત ગણેશજીને એક જ કામના કરશે કે હે ગણેશ દુનિયા પર આવેલી કોરોનાની મહામારીને દૂર કરો ગણેશ પોતાના ભક્તોની તમામ આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરે છે.
આવો જાણીએ કેટલાક ખાસ ઉપાય
નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ગણેશ યંત્રને ખુબજ ચમત્કારીક માનવામા આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી પર ગણેશ યંત્રની સ્થાપના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. આ યંત્રજો ઘરમાં રહે તો તમામ ખરાબ શક્તિઓ દૂર થાય છે.
આર્થિક સમસ્યા માટે
ખુબજ મહેનત કરવા છતા જો તમને સફળતા મળતી ન હોય તો ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્થી પર શુદ્ધ ઘી અને ગોળનો ભોગ ધરાવો. આ ભોગ ગાયને ધરાવો. આ ઉપાય કરવાથી જરૂરથી નાણાભીડ દૂર થશે. ગણેશ ચતુર્થી પર પીળા રંગની પ્રતિમા તમારા ઘરમાં સ્થાપિત કરો અને હળદરની પાંચ ગાંઠ રાખી 108 વાર દૂર્વા ચડાવી વિધ્નહર્તાની પૂજા કરો. આ ઉપાય 10 દિવસ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.