વિજય રૂપાણીએ ગણેશ ચતુર્થીની પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી, જૈન બંધુઓને કહ્યું "મિચ્છામી દુક્કડમ'

શનિવાર, 22 ઑગસ્ટ 2020 (10:43 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનું આ પર્વ કોરોના મહામારી સહિતના હરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, ગુજરાતને પ્રગતિશીલ-વિકસીત, સુખી-સમૃધ્ધ અને શકિતશાળી બનાવશે એવી ગણેશચતુર્થીની શુભેચ્છા મુખ્યમંત્રીએ આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.
 
વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ગણેશજીની આરાધના-ઉપાસના માટે  ઇકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન ઘરમાં જ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું અનુપાલન કરવા પણ સૌને અનુગ્રહ કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઇ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે "મિચ્છામી દુકકડમ' પાઠવ્યા છે. વિજયભાઇ રૂપાણીએ પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણ પર્વ ગણાવતાં જણાવ્યું છે કે ક્ષમા, કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૂં પર્યૂષણ પર્વ, સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે. ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામી દુક્કડમ પણ પાઠવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર