જે મૂર્તિમા સૂંઢનો આગળના ભાગનો વળાન્ંક ડાબી બાજુ હોય તેમને વામમુખી ગણેશ કહેવાય છે. વામ મતલબ ડાબી તરફ કે ઉત્તર દિશા. ડાબી બાજુ ચંદ્ર નાડી હોય છે. આ શીતળતા પ્રદાન કરે છે અને ઉત્તર દિશા અધ્યાત્મ માટે પૂરક છે. એવુ કહેવાય છે કે ડાબી તરફની સૂંઢવાળા ગણપતિ હંમેશા જ સકારાત્મક પરિણામ આપે છે આમ પણ ગણપતિને બુદ્ધિના દેવતા કહેવાય છે. જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો બુદ્ધિ બે ભાગમાં વહેચાયેલી હોય છે. તેને વિશેષ વિધિ વિધાનની જરૂર નથી પડતી. આ ગણપતિ શીઘ્ર પ્રસન્ન થાય છે. થોડાકમાં જ સંતુષ્ટ થઈ જાય છે. ભૂલચૂક પર ક્ષમા કરે છે.