પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવના વિરોધમાં કોંગ્રેસે આપ્યું આજે ભારત બંધનું એલાન

સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (01:05 IST)
પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. કિંમતો વધતા આશરે 90 રૂપિયા પ્રતિલીટરની આસપાસ પેટ્રોલ-ડીઝલના ભાવ પહોંચી ગયો છે. વિપક્ષી પાર્ટીઓએ દેશભરમાં હડતાળ અને પ્રદર્શનોની જાહેરાત કરી છે. મુંબઈમાં શિવસેનાના હેડક્વાર્ટર શિવસેના ભવનની સામે તેના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે, જેમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના 2015 અને 2018ની કિંમતો બતાવવામાં આવી છે અને સાથે લખ્યું છે કે 'શું આ છે અચ્છે દિન!'
 
પૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સુશિલકુમાર શિંદેએ આજે રાજકોટની મુલાકાત લીધી છે. મુલાકાત દરમિયાન તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે સૌ આવતીકાલે ભારતબંધમાં જોડાવા તેવી અપીલ કરી તેમણે જણાવ્યું હતુ કે પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવને લઇને આવતીકાલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે.
 
વિપક્ષોનો આરોપ છે કે દેશમાં પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસનાં ભાવ આસમાને પહોંચ્યો છે.પેટ્રોલમાં 2014ની સરખામણીએ 211.7 ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. તો ડીઝલ પર 443.06 ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીમાં 12 વખત વધારો કરવામાં આવ્યો છે. 2014માં એક્સાઇઝ ડ્યુટી 9.2રૂપિયા પ્રતિ લીટર હતી. 2018માં એક્સાઇઝ ડ્યુટી 19.48 રૂપિયા પ્રતિ લીટર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર