મહાત્મા ગાંધીજીના જીવનના 10 Interesting Facts

સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (02:50 IST)
દુનિયાને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જયંતી છે. આ ખાસ અવસર પર અમે તમને તેમના જીવનના ર્કેટલાક રોચક તથ્ય બતાવી રહ્યા છીએ. 
1. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાં લખ્યુ છે કે મહાત્મા ગાંધી બાળપણમાં ખૂબ જ શરમાળ હતા. 10 વર્ષની વય પછી તેમણે અનેક શાળા બદલી. તેમની પરીક્ષાનુ પરિણામ 40-50 ટકાની વચ્ચે જ આવતુ હતુ. એટલુ જ નહી તેઓ સ્કુલમાંથી ભાગી પણ જતા હતા. જેથી કોઈની સાથે વાત ન કરવી પડે. 
 
2. સમાચાર મુજબ હાઈસ્કુલમાં મહાત્મા ગાંધીના બેસ્ટ ફ્રેંડ મુસ્લિમ હતા.  બીજી બાજુ તેમના હેડ માસ્ટૅર પારસી હતા. તેમના શાળાની બિલ્ડિંગ એક નવાબ દ્વારા બનાવાઈ હતી. આ રીતે અનેક ધર્મો વચ્ચે ગાંધીજીનુ જીવન વીત્યુ અને તેનો પ્રભાવ તેમના જીવન પર પણ પડ્યો. 
3. મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા પહેલા પણ પદયાત્રા કરી હતી. ઈગ્લેંડમાં કાયદાના અભ્યાસ દરમિયાન તેમને રોજ 8થી 10 કિલોમીટર પગપાળા ચાલવુ પડતુ હતુ. એવુ કહેવાય રહ્યુ છે કે આ જ કારણે ગાંધીજીને પદયાત્રા કરવામાં એટલી મુશ્કેલી નહોતી. 
4. વર્ષ 1931ની ઈગ્લેંડ યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ પહેલીવાર રેડિયો પર અમેરિકા માટે ભાષણ આપ્યુ હતુ. તેમણે રેડિયો પર પ્રથમ શબ્દ બોલ્યો હતો કે 'શુ મને આની અંદર (માઈક્રોફોન) અંદર બોલવુ પડશે ? ( Do I have to speak into this thing?)
 
5. એવુ બતાવાય છેકે એકવાર તેમની ચંપલ ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઈ અહ્તી. તેમણે તરત જ પોતાની બીજી ચંપલ પણ ટ્રેન નીચે ફેંકી દીધી. ત્યા હાજર લોકોએ તેમને આવુ કરવાનુ કારણ પુછ્યુ તો તેમણે જણાવ્યુ કે એક જૂતુ મારા કે અન્યના (જેને બીજુ જુતુ મળશે)કામ નહી આવે. હવે કમસે કમ તે માણસ બંને જૂતા પહેરી શકશે. ૝
 
6.   મહાત્મા ગાંધી સમયના નિયમબદ્ધ હતા. તેમની પાસે હંમેશા એક ઘડિયાળ રહેતી હતી. તેમની હત્યાના થોડા સમય પહેલા તેઓ એ વાતથી પરેશાન હતા કે તેઓ પ્રાર્તહ્ના સભામાં 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. 
7. મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ સુભાષ ચંદ્ર બોસે આપી હતી. 
 
8. ગાંધીજીને 1948માં નોબેલ પુરસ્કાર આપવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પણ આ પહેલા જ તેમની હત્યા થઈ ગઈ હતી. સ્વીડિશ અકાદમીએ એવુ કહીને કોઈને પુરસ્કાર ન આપ્યો કે નોબેલ કમિટી કોઈપણ જીવંત ઉમેદવારને આ લાયક સમજતી નથી. 
 
9. મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી. ગાંધીને મહાત્માની ઉપાધિ રવિન્દ્ર નાથ ટેગોરે આપી હતી. 
 
10. 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીનો જન્મદિવસ વિશ્વ અહિંસા દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ કરી  હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર