ધાર્મિક ગ્રંથોમાં મિત્રતાનું મહત્વ

W.Dગજેન્દ્ર પરમાર

બાઈબલ,ગીતા, કુર્રાન, વગેરે ધાર્મિક ગ્રંથોમાં પણ મિત્રતાને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.

ખ્રીસ્તી ધર્મના બાઈબલ ગ્રંથમાં મેથ્યુ 7:7માં મિત્રતા વિશે લખાયુ છે કે -'' તું માગીશ તો તને જરૂર મળી જશે, તું શોધીશ તો તને જરૂર જડી જશે, તું દરવાજે ટકોરા દાઈશ તો બારણા તારે માટે ખુલી જશે.''

મિત્રમાં પણ આવું જ હોય છે, તમે સાચો મિત્ર શોધશો તો તમને અવશ્ય મળી જશે. શોધવાથી તો ભગવાન પણ મળે છે, તો શું એક સાચો મિત્રના મળે. એવું પણ બને કે તમે ભગવાનની શોધમાં હોય અને તમને સાચો મિત્ર મળી જાય જે ભગવાનને પણ ટપી જાય એવો હોય...

''હિન્દુ ધર્મના મહાભારત ગ્રંથમાં મિત્રતાને ભગવાન શ્રી કૃષ્ણએ મિત્રતાને એક રંગ તરીકે પ્રદર્શિત કરી છે, જેમાંથી જીવનના બીજા અનેક રંગો છૂટા પડે છે. એફેક્શન, રોમાંશ, બંધુત્વ, રક્ષણ, માર્ગદર્શક, વ્યક્તિગતતા, અને પજવણી વગેરે મિત્રતાના રંગમાંથી છૂટા પડતા રંગો છે.'' મિત્રતા આના કરતા વધારે રંગોથી ભરેલી છે. આ વાતની સાર્થકતા તો જેની પાસે મિત્રો હોય તેજ સમજી શકે. કેમ મિત્રો.

વેબદુનિયા પર વાંચો