બ્રાઝીલ 1983માં એટલુ ભાગ્યશાળી નહોતુ રહ્યુ, જ્યારે બ્રાઝીલી ફુટબોલ પરિસંઘના રિયો ડિ જિનેરિયોમાં એક બુલેટપ્રુફ કાંચના કબાટમાં પોતાના મુખ્યાલય પર મુકેલી ટ્રોફીને 19 ડિસેમ્બર 1983ના રોજ હથોડાથી કબાટના પાછલો ભાગ તોડીને ચોરી ગયુ. ત્યારબાદ આ ટ્રોફી પરત ક્યારેય ન મળી.
ઉલ્લેખનીય છે કે ફીફા વિશ્વ કપની વર્તમાન ટ્રોફીની ડિઝાઈન ઈટલીના જાણીતા શિલ્પકાર સિલ્વિયો ગાજાનિગાએ તૈયાર કરી છે. 18 કેરેટ સોનાની 14.2 ઈંચ લાંબી ટ્રોફીનુ કુલ વજન 6.175 કિગ્રા છે. ફીફા વિશ્વ કપ ટ્રોફીને 1970 સુધી ફીફાના પૂર્વ અધ્યક્ષના નામ પર જૂલ્સ રિમે ટ્રોફી કહેવામાં આવતુ હતુ. જેમણે 1930માં પ્રથમ વિશ્વકપના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી.