કુરબાનીનું પર્વ ઈદ-ઉલ-અજહા((બકરીદ) માટે આખો દેશ તૈયાર છે. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. પણ તેના પાછળનો ઉદ્દેશ્ય આ સમજ આપવાની હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે અને તેની રક્ષા માટે કોઈ પણ ત્યાગ કે બલિદાન માટે તૈયાર રહે.
આવો જાણીએ આ સાથે સંકળાયેલી ખાસ વાત ઈદ-ઉલ-અહજા(બકરીદ)
ઈદ-ઉલ--અહજા(બકરીદ)ને અરબીમાં ઈદ-ઉલ-જુહા કહે છે. અજહા કે જુહાનો અર્થ છે સવારનો સમય એટલે કે સૂર્ય ડૂબ્યા વચ્ચેનો સમય. આ તહેવારને રમજાનના પવિત્ર મહીનાની સમાપ્તિના આશરે 70 દિવસો પછી ઉજવાય છે.
બકરાનો અર્થ છે મોટો જાનવર
અરબીમાં બકરાનો અર્થ છે મોટો જાનવર જે જિબહ કરાય(કપાય) છે. તેથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેને બકરીઈદ કહેવાય છે.
ગોશ્ત(માંસ)ને ત્રણ સમાન ભગમાં વહેંચાય છે તેથી આ દિવસે દરેક મુસલમાન જે એક કે વધારે જાનવર ખરીદવાની હેસિયત ધરાવે છે, એ જાનવર ખરીદે છે અને કુરબાન રહે છે. તેનું માંસ ત્રણ સમાન ભાગમાં વહેચાય છે . એક ભાગ ગરીબો માટે, એક ભાગ સગા-સંબંધીઓ માટે અને એક ભાગ પોતાના માટે હોય છે. જે રીતે ઈદ પર ગરીબને ઈદી અપાય છે , તે જ રીતે બકરીઈદ પર ગરીબોને માંસ વહેચાય છે.