પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે તમામ બેઠકો પર મતદાન થશે. અહીંના મતદાતાઓને મારો આગ્રહ છે કે લોકતંત્રના આ ઉત્સવમાં ઉત્સાહ સાથે ભાગ લે અને પોતાનો કિંમતી મત જરૂર આપે. આ અવસર પર પહેલી વખત વોટ કરનારા યુવા મતદાતાઓને મારી વિશેષ શુભકામનાઓ- પહેલા મતદાન, પછી જલપાન."
ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાતાઓને મત આપવાની અપીલ કરી છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે જઈ રહેલાં ભાઈઓ-બહેનોથી અપીલ કે તેઓ ખોટા વાયદાઓ, પ્રદૂષિત યમુના, શરાબના ઠેકાઓ, તૂટેલી સડકો અને ગંદા પાણી સામે વોટ કરે."