ભાઈબીજ :જાણો ભાઈબીજ પર શુ કરવુ અને શું છે તેનુ મહત્વ
શનિવાર, 6 નવેમ્બર 2021 (06:54 IST)
ભાઈબીજ :જાણો ભાઈબીજ પર શુ કરવુ અને શું છે તેનુ મહત્વ
કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે.
ભાઈબીજ પર શું કરશો?
* બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી શરીર પર તેલની માલીશ કરીને સ્નાન કરો.
* આ દિવસે ભાઈ પણ તેલની માલિશ કરીને ગંગા યમુનામાં સ્નાન કરે.
* બહેન નીચેના મંત્ર દ્વારા ભાઈને અભિનંદન કરે-
भ्रातस्तवानुजाताहं भुंक्ष्व भक्तमिमं शुभं।
प्रीतये यमराजस्य यमुनाया विशेषतः॥
* બહેન ભાઈને ભોજન કરાવીને તિલક લગાવો.
* આ દિવસે બહેન ભાઈને ભોજનમાં ભાત ખવડાવે.
* ભાઈ ભોજન બાદ બહેનના ચરણ સ્પર્શ કરીને તેને ઉપહાર સ્વરૂપ વસ્ત્રાદિ અર્પણ કરે.
* આ દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરવું જોઈએ.
* ભાઈને હાથ-પગ ધોવડાવીને શુભ આસન પર બેસાડી પોતાની યથાશક્તિ પ્રમાણે બનાવેલ વાનગીઓ દ્વારા ભાઈને ભોજન કરવે.
* ભોજન બાદ ભાઈને તિલક લગાવીને તેના આયુષ્ય માટે પ્રાર્થના કરો.
* ભાઈ પક્ણ પોતાની બહેનને યથશક્તિ પ્રમાણે સૌભાગ્ય વસ્તુઓ તેમજ અન્ય દ્વવ્ય આપીને સૌભાગ્ય માટેની પ્રાર્થના કરો.
* આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે.