બસ ચાલકે જણાવ્યુ કે દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે વેક્સિન ઈન્સ્ટિટ્યૂટની બહાર યુવતી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. જેથી યુવતીને ગ્રાઉન્ડમાં લઈ જઈ પર્સ અને કપડા શોધી આપ્યા હતા. જોકે, બસ ચાલકને જોઈ રિક્ષામાં આવેલા બે શખ્સો ફરાર થયા હતા. જે બાદ યુવતીએ બસચાલકના ફોનમાંથી બહેનપણીને બોલાવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.