મહિલાના લગ્નના આઠમા દિવસે જ કરવામાં આવી હત્યા,

રવિવાર, 22 મે 2022 (17:23 IST)
કરજણના  એક મહિલાની લગ્નના 8 દિવસમાં જ હત્યા કર્યાના સમાઅચારથી ચકચાર મચી ગઈ. કરજણના મોટી કોરલ ગામે મૃતક મહિલાના ગયા રવિવારે જ લગ્ન થયા હતા. આ અંગે સામે આવેલી વિગત અનુસાર મૃતક મહિલા લગ્ન પ્રસંગમાં પોતાના પિયર આવેલા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી છે. 
 
આ મહિલાની હત્યા તેમના પહેલા પતિએ કરી હોવાની વાત સામે આવી છે.  મહિલાની હત્યા કર્યા બાદ યુવકે પોતે પણ ઝેરી દવા પી લીધી હોવાની લોક ચર્ચા છે. નોંધનિય છે કે, કરજણ તાલુકાના મોટી કોરલ ગામે રહેતા સરોજબેન નટુભાઈ માછીના લગ્ન અગાઉ ભરૂચના ઝનોર ગામે થયા હતા. 
 
આ લગ્ન દરમિયાન તેમને બે સતાનો છે. જેમાં એક દીકરો અને દીકરી છે.  સરોજબેનના ગયા જ રવિવારે વડોદરાના તરસાલીના રાજુભાઇ ગોરધનભાઇ માછી સાથે ફુલહાર થયા હતા. હવે પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર