UP News: યૂપીમાં હોમવર્ક ન કરવા બદલ ટીચરે 5 વર્ષની બાળકીને 30 સેકંડમાં માર્યા 10 થપ્પડ, VIDEO વાયરલ થયા પછી હેડમાસ્ટર સસ્પેંડ

બુધવાર, 13 જુલાઈ 2022 (12:42 IST)
UP News: આજે ગુરૂપૂર્ણિમા છે અને આ દિવસે દેશભરમાં દરેક કોઈ પોતાના ગુરૂઓને યાદ કરી રહ્યા છે. પણ યૂપીના ઉન્નાવ જીલ્લામાંથી ગુરૂઓની નૈતિકતા પર  સવાલ ઉઠાવનારો એક ચોંકાવનારો મામલો સાજે સામે આવ્યો છે. અહી એક સરકારી સ્કુલની ટીચરે હોમવર્ક ન કરવા પર 5 વર્ષની બાળકીની નિર્દયાતીથી માર માર્યો છે. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો.  આ સમગ્ર મામલો અસોહા બ્લોકના ઈસ્લામનગર પ્રાથમિક વિદ્યાલયનો છે. 
 
ટીચરે 5 વર્ષની બાળકીને મારવા ઉપરાંત તેને ધમકાવી કે તે કોઈને ફરિયાદ ન કરે. બાળકી જ્યારે પોતાના ઘરે પહોંચી ત્યારે તેના શરીર પર મારના નિશાન હતા. ત્યારબાદ બાળકીના પરિજનોએ શાળામાં ફરીયાદ નોંધાવી તો ટીચરે તેમની પાસેથી સમાધાન થયાની એપ્લિકેશન લખાવી લીધી. જો કે જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો, ત્યારે લોકોને મામલાની ગંભીરતા વિશે જાણ થઈ. 
 
ટીચરે બાળકીને નિર્દયતાથી મારી 
વાયરલ વીડીયોમાં દેખાય રહ્યુ છે કે ટીચર, બાળકે મારી રહી છે. તે બાળકીને 30 સેકંડમાં 10 થપ્પડ મારે છે. આ ઉપરાંત ટીચરે બાળકીના વાળ પણ ખેંચ્યા અને તેન વઢે છે અને મારે છે. ટીચરનુ નામ સુશીલા કુમારી છે અને તે ઈસ્લામનગર પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષામિત્ર છે. 
 
સુશીલાએ ઈસ્લામ નગરમા રહેનારા રમેશ કુમારની પુત્રી તન્નુને માર માર્યો છે. મારવાનુ કારણ લેસન પુરુ ન કરવાનુ બતાવાય  રહ્યુ છે.  શરૂઆતી તપાસમાં જાણ થઈ કે વીડિયો 9 જુલાઈનો છે. 
 
શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી 
 
વીડિયોના વાયરલ થયા બાદ ટીચર સુશીલા કુમારી વિરુદ્ધ ખંડ શિક્ષા અધિકારી વિનય કુમારે એક્શન લીધી છે અને પોલીસ સ્ટેશન અસોહામાં મારપીટ સંબંધમાં તહરિર આપીને SC/ST અને કલમ 323માં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત બીએસએ સંજય તિવારીએ ટીચરને માનદેય રોકવાનો આદેશ આપ્યો છે. આ મામલે પ્રિંસિપલ ઈશા યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સસપેંડ કરવામાં આવ્યા છે. 
 
ઉન્નાવના બીએસએ સંજય તિવારીએ જણાવ્યુ, આ મામલાની માહિતી શિક્ષા વિભાગને ન આપવાને કારણે હેડ ટીચરને સસ્પેંડ કરવામાં આવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર