હાય રે ગુસ્સો... પેંટ પર ઉડ્યુ વરસાદનુ પાણી અને ગુસ્સામાં યુવકે ઓટો ચાલકને માર્યુ ચપ્પુ

શનિવાર, 13 જુલાઈ 2024 (18:24 IST)
મહારાષ્ટ્રમાં ચોમાસાની સીઝનમા દર વર્ષે જોરદાર વરસાદ થાય છે. મુંબઈના માર્ગ પાણીથી જામ થઈ જાય છે. વરસાદના પાણીને લઈને મુંબઈમાં જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે.. મહારાષ્ટ્રની ઠાણે પોલીસે શનિવારે એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.. આ યુવકે એક ઓટો રિક્ષાના કારણે પાણીના છાંટા ઉડ્યા બાદ ઓટો ચાલક પર હુમલો કર્યો. 
 
પાણીના ખાડામાં જતુ રહ્યુ રિક્ષાનુ પૈડુ 
પોલીસના અધિકારીએ આ માહિતી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે શુક્રવારની સાંજે લગભગ સાઢા પાંચ વાગે ઘોડબંદર રોડ પર મોટરસાઈકલ ચલાવતી વખતે ઓટોના વ્હીલથી પાણીના છાંટા પડ્યા પછી આરોપી શાહબાજ ઉર્ફ નન્નુ ચાલકે ઝગડો કર્યો. અધિકારીએ રિપોર્ટના હવાલો આપતા કહ્યુ કે ઓટો રિક્ષાનુ એક વ્હીલ એક ખાડામાં જતુ રહ્યુ અને પાણીના છાંટા ખાન પડ્યા. જેનાથી તે ગુસ્સે થઈ ગયો. 
 
એક કલાક પછી ક્રોધિક યુવકે ઓટો ચાલક પર કર્યો હુમલો 
તેમણે જણાવ્યુ કે એક કલાક પછી ઓટો ચાલકના એ જ રસ્તેથી પરત ફરતા ખાને તેના પર ચપ્પુથી હુમલો કરો અને તેને માર પણ માર્યો. ઓટો ચાલકની ફરિયાદના આધાર પર પોલીસે ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ધારા 127 (1), 118 (1), 115(2), 352 અને  351(2) (અપરાધિક આતંકવાદ) હેઠળ કેસ નોંધી લીધો. ઘાયલ ઓટો ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેની સારવાર કરવામાં આવી રહી છે.  
 
મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ
તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. BMCએ શહેરના લોકોને વિનંતી કરી છે કે તેઓ જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર