મળતી માહિતી મુજબ ચુન્નીલાલને ડાંગ જિલ્લાની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે તેની પત્ની તનુજાબેન સાથે અવારનવાર ઝઘડા થતા હતા. જો કે ગતરાત્રે થયેલી મારામારી હિંસક બની હતી. બાદમાં દંપતી સુઈ ગયા હતા. પરંતુ આ દરમિયાન બંનેએ રોજબરોજના ઝઘડાનો અંત લાવવાનું નક્કી કર્યું, પરંતુ તેઓને બાળકોના ભવિષ્યની ચિંતા હતી. તેથી, અગાઉ દંપતીએ 7 વર્ષના કશિશ અને 4 મહિનાના દિત્યાનું ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં બંનેએ પણ ઘરના ધાબા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
સવારે ચુન્નીલાલને ઘરની બહાર નીકળતા ન જોતા તેના પિતા તેને લેવા ગયા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ. પોલીસે આ મામલે બે કેસ નોંધ્યા છે. જેમાં મૃતક પતિ-પત્ની સામે બાળકોની હત્યા અને અન્ય એક બનાવમાં પતિ-પત્નીના અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વિસેરાના સેમ્પલ સહિતના જરૂરી સેમ્પલ લઈને વધુ તપાસ શરૂ કરી છે