મુજફ્ફરપુર કેમિકલ બ્લાસ્ટનુ રહસ્ય, દગાબાજ પત્ની અને પતિની લાશના 8 ટુકડાનુ રહસ્ય જાણો

સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (22:31 IST)
બિહારના મુજફ્ફરપુર (Muzaffarpur News)માં શનિવારે મોડી રાત્રે એક ત્રણ માળના મકાનમાં અચાનક થયેલ કેમિકલ બ્લાસ્ટથા હંડકંપ મચી ગયો  મામલાની સૂચના મળતા જ પોલીસની ટીમ(Bihar Police) ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. દરમિયાન, સ્થળ પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે યુવકની હત્યા બાદ લાશને સડાવવા માટે કેટલાક કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મામલો બધાની સામે આવ્યો.
 
અચાનક થયેલ બ્લાસ્ટથી મામલાનો ખુલાસો થયો 
 
આ સનસનીખેજ ઘટના નગર પોલીસ સ્ટેશનના સિકંદરપુર ઓપી વિસ્તારમાં સ્થિત સુનીલ કુમારના ઘરમાં બની હતી. પોલીસે જણાવ્યું કે જે વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો તેની ઓળખ રાકેશ સાહની તરીકે થઈ છે.  મળતી માહિતી મુજબ, તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને રાકેશની ક્રૂર હત્યા કરી હતી. એટલું જ નહીં, આરોપીએ તેના શરીરના આઠ ટુકડા ડ્રમમાં રાખ્યા હતા. પછી મૃત શરીરને ઓગળવા માટે, એસિડ, મીઠું જેવા ઘણા વધુ રસાયણો પણ તેમાં ઉમેરવામાં આવ્યા.
 
પત્ની પર પ્રેમી સાથે મળીને પતિની હત્યાનો લાગ્યો આરોપ 
 
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા થોડા દિવસ પહેલા થઈ હતી. ત્યારબાદ આરોપીએ મૃત શરીરને છુપાવવા માટે રસાયણોનો ઉપયોગ કર્યો હતો. જોકે, સમગ્ર મામલો કેમિકલ બ્લાસ્ટથી બહાર આવ્યો. પોલીસે હાલ રૂમ સીલ કરી દીધો છે અને મકાનમાલિક સુનીલ કુમારને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. FSL ની ટીમ પણ તપાસ માટે પહોંચી છે.
 
મૃતકના ભાઈએ નોંધાવી FIR
 
આ દરમિયાન રાકેશના ભાઈ દિનેશ સહનીએ મામલામાં હત્યાની રિપોર્ટ નોંધાવી છે. જેમા મૃતકના ભાઈની પત્ની રાધા, પ્રેમી સુભાષ સાથે ચાર લોકોના નામ આપવામાં આવ્યા છે. દિનેશ સાહનીએ જણાવ્યું કે રાકેશ લગભગ છ દિવસથી ઘરે આવ્યો નહોતો. પોલીસે જણાવ્યું કે રાકેશ દિલ્હીમાં રહેતો હતો, આ દરમિયાન તેની પત્નીને સુભાષ સાથે પ્રેમ થઈ ગયો. 
 
લગ્નેત્તર સંબંધને કારણે હત્યા, પછી મૃતદેહના 8 ટુકડા
 
જ્યારે રાકેશને આ વિશે ખબર પડી ત્યારે તે પાછો ફર્યો. દરમિયાન પત્ની સાથે સમગ્ર મામલાનો વિરોધ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ પછી રાકેશની પત્નીએ પ્રેમી સુભાષ સાથે મળીને આ ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું. તેના પ્રેમી સાથે મળીને તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધમાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર