ગુજરાતના જામનગર શહેરમાં એક અઠવાડિયાની અંદર હત્યા નો બીજો મામલો સામે આવ્યો છે. જેમા શહેરના રાજપાર્ક સોસાયટીમાં પડોશમાં રહેનારી એક વ્યક્તિએ એક 12 વર્ષની બાળકીની બેરહેમીથી હત્યા કરી દીધી. આ મામલે પોલીસે તરત કેસ નોંધીને આરોપીનોની ધર પકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. જો કે હત્યાનુ કારણ જાણ થયુ નથી. તેનો ખુલાસો પોલીસ તપાસ પછી થશે.
મળતી માહિતી મુજબ બાળકીનો પરિવાર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહે છે. મૃતકની મા ટિફિન સર્વિસ ચલાવે છે. ઘટનાના દિવસે પડોશમાં રહેનાર એક વ્યક્તિએ તેના ઘરેથી ટિફિન મંગાવ્યુ. જો કે માતા પિતા કામ માટે બહાર ગયા હતા. તેથી બાળકી ટિફિન લઈને આરોપીના ઘરે ગઈ. થોડા મિનિટ પછી જ્યારે સ્થાનીક લોકોએ જણાવ્યુ કે છોકરી પર હુમલો થયો છે તો તે બાળકીની બહેન ત્યા પહોચી જ્યા બાળકી લોહીલુહાણ સ્થિતિમાં મળી. ઉલ્લેખનીય છે કે આરોપીના ઘરેથી એક ચપ્પુ પણ મળ્યુ છે.
જીલ્લા પોલીસ પ્રમુખ પ્રેમસુખ ડેલુ, ડીએસપી જયવીર સિંહ ઝાલા અને સીટી એ પોલીસ સ્ટેશન કે પીઆઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી પોલીસ ટીમે પોલીસને ઘટનાની સૂચના આપી. પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોતાના મકાનના કામ માટે સરકારી ઓફિસે ગયેલાં માતા-પિતાને બનાવની જાણ થતાં પરત દોડી આવ્યાં હતાં. કિશોરીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.