સચિન તેંદુલકર

દિપક ખંડાગલે

રવિવાર, 19 ઑગસ્ટ 2007 (17:12 IST)
ક્રિકેટ જગતનો રાજા એટલે સચીન તેંદુલકર. આજે નાના બાળકને પણ પૂછવામાં આવે તો તે ક્રિકેટર બનવાની ઇચ્છા વ્યકત કરે છે અને તે પણ સચિન જેવા મહાન ક્રિકેટર બનવા માંગે છે.

સચિન તેંદુલકરનો જન્મ 1973માં 24 એપ્રિલના રોજ બોમ્બેમાં થયો હતો. તે ભારતીય ક્રિકેટર છે.તેમની ગણતરી દુનિયાના મહાન ક્રિક્ર્ટરોમાં થાય છે. તેમના નામે કેટલાય વિશ્વ રેકોર્ડ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 16ની ઉમરે પાકિસ્તાન વિરોધ્ધની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં કરી હતી.

સચિનને "લીટલ માસ્ટર" ના ઉપનામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બેસ્ટમેનની સાથે-સાથે ગુગલી બોલર પણ છે. તેઓ જમણા હાથના ખેલાડી છે. તેમને 135 ટેસ્ટ અને 384 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકયા છે. વન-ડે મેચમાં 44.05ની સરેરાશથી 14,847 રન બનાવ્યાં છે. અને તેમાં 41 સદીઓ અને 77 અર્ધસદીઓ ફટકારી છે. જે વિશ્વ વિક્રમ છે. તદઉપરાંત તેમને 135 ટેસ્ટ મેચમાં 54.70 ની સરેરાશથી 10,668 રન બનાવ્યાં છે. તેમાં 36 સદીઓ અને 70 અર્ધસદીઓ ફટકારી છે.

ટેસ્ટમેચમાં તેમનો સર્વોચ સ્કોર 248 રન અણનમ છે. અને વન-ડે મેચમાં 186 રન અણનમ રહીને બનાવ્યાં છે. તેમને વન-ડે મેચમાં 148 વિકેટો ઝડપી છે જ્યારે ટેસ્ટ મેચમાં 38 વિકેટો ઝડપી છે. તેમને ટેસ્ટ મેચમાં 85 અને વન-ડે મેચમાં 115 કેચ ઝડપ્યાં છે. તેઓ 53 વખત મેન-ઓફ-મેચ એવોર્ડ મળ્યો છે.

વેબદુનિયા પર વાંચો