સન ટીવી નેટવર્કએ ગુરૂવારે 85.05 કરોડ રૂપિયા દર વર્ષના ભાવ પર ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હૈદરાબાદ ફ્રેંચઈજી ખરીદી લીધી. આ સાથે જ ડેક્કન ચાર્જસની ફ્રેંચાઈજી કરાર રદ્દ થયા પછી શરૂ થયેલ નવી ટીમ શોધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ.
આઈપીએલ સંચાલન પરિષદે અહી બેઠક કરીને નવી આઈપીએલ ફ્રેંચાઈજીની નીલામે શરૂ કરી અને સન ટીવીની બોલી સૌથી વધુ જોવા મળી બીસીસીઆઈ સચિવ સંજય જગદાળેએ એક નિવેદનમાં કહ્યુ કે સન ટીવી નેટવર્કએ 85.05 કરોડ રૂપિયા દર વર્ષના ભાવ પર હૈદરાબાદ ફેચાઈજીની ખરીદી લીધી.
જગદાળે એ કહ્યુ કે સન ટીવી નેટવર્કની બોલી પીવીપી વેલ્ચર્સની બોલી 69.03 કરોડ રૂપિયાથી વહુ જોવા મળી. 15 સપ્ટેમ્બરના રોજ ડેક્કન ચાર્જ્સનો કરાર રદ્દ્દ થયા પછી બીસીસીઆઈએ નવી આઈપીએલ ફ્રેંચાઈજી માટે નિવિદા રજૂ કરી હતી. પણ ટીમની માલિકાના કંપની ડીસીએચએલએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર આપ્યો.