ડરબન (વેબદુનિયા) ટ્વેન્ટી-20 વિશ્વકપ ટૂર્નામેંટના મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને ભારત વિરૂધ્ધ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ગઇકાલે વરસાદને લીધે ભારત અને સ્કોટલેંડ વચ્ચે મેચ રમી શકાય ન હતી અને 1-1 પોંઇટ આપવામાં આવ્યો હતો.ઘણા લાંબા સમય બાદ વિરેન્દ્ર સહેવાગ અને ઇરફાન પઠાણની વાપસી થઇ છે.
ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટ ગુમાવી 141 રન બનવ્યાં હતાં. રોબિન ઉથપ્પાએ આક્રમક 39 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અર્ધશતક લગાવ્યો હતો. જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખાસ યોગદાન આપી શક્યાં ન હતાં અને તેમને 31 બોલમાં 33 રન બનાવ્યાં હતાં જેમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. બાકી અન્ય ખેલાડીઓનો સ્કોર આ પ્રમાણે રહ્યો હતો.
આમ નિર્ધારિત 20 ઓવરમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવી 141 રન બનાવ્યાં હતાં.તેના જવાબમાં પાકિસ્તાન ટીમે ધીમી શરૂઆત કરી હતી પરંતુ આગળ જતાં મેચ રસાકસીમાં પરિવર્તીત થઇ ગઇ હતી. લોકોની નજરો મેચના પરિણામ પર જ લાગેલી હતી. અંતે પાકિસ્તાન ટીમે 141 રનના સ્કોરની બરાબરી કરી મેચને ડ્રો માં પરીવર્તીત કરી હતી.
અંતે ટ્વેંટી-20 વિશ્વકપના નિયમ બોલ આઉટ અનુસાર બંને ટીમના પાંચ બોલરોએ એક-એક એમ કુલ પાંચ બોલ ફેંકીને જે ટીમ વધુ વખત સ્ટંપ હિટ કરે તે ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવશે. પાકિસ્તાન ટીમના કેપ્ટન શોએબ મલિકે ટોસ જીતીને ભારતને સ્ટંપ હિટ કરવાનો મોકો આપ્યો હતો.
ભારતીય ટીમ તરફથી વિરેન્દ્ર સહેવાગે પ્રથમ બોલ ફેંકી સ્ટંપ હિટ કરી હતી ત્યાર પાકિસ્તાન ટીમ તરફથી યાસીર અરાફત સ્ટંપ હિટ મોકો ચૂકી જતાં ભારતે બઢત પ્રાપ્ત કરી લીધી હતી. ત્યારબાદ હરભજન સિંહે પણ સ્ટંપ હિટ ચૂક્યા વિના સફળ રહ્યાં હતાં ફરી એકવાર પાક ટીમના ઉંમર ગુલ દબાણમાં સ્ટંપ હિટ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં ફરી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધારો જોવા મળ્યો હતો અને ઉથપ્પાએ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સ્ટંપ હિટ કરવામાં સફળતા મેળવી લીધી અને ખુશી વ્યકત કરતાં પોતાની ટોપી ઉતારી ખૂબ જ ઉત્સાહ વ્યકત કર્યો હતો ત્યારબાદ આફ્રીદિને સ્ટંપ હિટનો મોકો ચૂકી જતાં પાક ટીમને હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.