..તો ઈતિહાસ રચશે ધોનીના ધુરંધર

ભાષા

ગુરુવાર, 24 જૂન 2010 (18:16 IST)
ભારત સાથે ગુરૂવારે રાંગિરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા પદકના મુકાબલા જીતીને શ્રીલંકાઈ ટીમ હૈટ્રિક પૂરી કરવા ઈચ્છશે. બીજી તરફ ભારતીય ટીમમાં 15 વર્ષ બાદ પદકની રાહ જોવે છે. શ્રીલંકાની ટીમે 2006 અને 2008 માં સતત બે વખત આ પદક પર કબ્જો કર્યો છે.

2008 માં એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું. ભારતે 1995 માં શારજાહમાં આ પદક પર કબ્જો કર્યો હતો. ત્યાર બાદથી તે તેની રાહ જોઈ રહ્યું છે. આ વખતે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ પદકની દોડમાં બહાર થઈ ચૂકી છે.

એવામાં એશિયાઈ ક્રિકેટમાં વર્ચસ્વ માટે ભારતને દરેક હાલમાં શ્રીલંકાને હરાવવું પડશે. ભારતે બે લીગ મુકાબલામાં જીત પ્રાપ્ત કરી હતી પરંતુ મંગળવારે તો તે શ્રીલંકાના હાથે હારી ગયું હતું. તેણે પાકિસ્તાન અને બાંગ્લાદેશને પ્રભાવશાળી રીતે હરાવ્યું હતું. શ્રીલંકાએ પોતાના ત્રણ લીગ મેચ જીત્યાં છે.

વેબદુનિયા પર વાંચો