ક્રિકેટ વર્લ્ડકપમાંથી બોરીયા બિસ્તર સમેટીને જઈ ચુકેળ પાકિસ્તાનના વર્તમાન હોય કે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો જે તેમની હાસ્યાસ્પદ હરકતો અને નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. તેમની ભારત અને હિંદુઓ પ્રત્યેની નફરત પણ બહાર આવતી રહે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહ્યા છે કે જે પણ અયોધ્યામાં રામ મંદિર જશે તે મુસ્લિમ બનીને બહાર આવશે.
વીડિયોમાં મિયાંદાદને એવું કહેતા સાંભળી શકાય છે કે, “ભારતમાં જે પણ થઈ રહ્યું છે અને જે રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાનદાર કામ કર્યું છે. તેમના માટે સારું, આપણા માટે નહીં. હું એના ઊંડાણમાં જઈને તમને જણાવું છું કે મસ્જિદને મંદિર બનાવાયુ છે. ઇન્શાઅલ્લાહ, હું માનું છું કે જે પણ તે મંદિરમાં જશે તે મુસ્લિમ તરીકે બહાર આવશે. કારણ કે આપણું મૂળ હંમેશા તેની અંદર રહે છે, જ્યાં પણ આપણા વડીલોએ તબ્લીગી કરી છે, તમે જોયું જ હશે, તે વસ્તુઓ ત્યાંથી જન્મ લે છે. મને ખૂબ આનંદ થાય છે કે તમે કામ તો ખોટું કર્યું છે, પરંતુ લોકો સમજી શકશે નહીં. ઇન્શાઅલ્લાહ, મુસ્લિમો ત્યાંથી બહાર આવશે.
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક થવાનો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે OpIndia ને જણાવ્યું હતું કે 16 જાન્યુઆરી, 2024 થી અયોધ્યામાં રામ મંદિરના અનુષ્ઠાનનો કાર્યક્રમ શરૂ થશે.