World Cup 2023 : વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ટીમ ઈંડિયાનો કોની સાથે થશે મુકાબલો, થઈ ગયુ છે ક્લિયર

સોમવાર, 6 નવેમ્બર 2023 (12:48 IST)
team india
ODI World Cup 2023 : ટીમ ઈંડિયાએ વનડે વિશ્વકપ 2023માં સતત પોતાની આઠમી જીત નોંધાવી લીધી છે. ભારતીય ટીમ સેમીફાઈનલમા તો પહેલા જ પોતાનુ સ્થાન પાક્કુ કરી ચુકી હતી, પણ જીતનો જે સિલસિલો છે એ તેને ચાલુ રાખવો જરૂરી હતો. જ્યારે રવિવારે બે ટોપની ટીમો ભારત અને સાઉથ આફ્રિકા આમને સામને થઈ તો બધા એવુ જ માની રહ્યા હતા કે આ મેચ કડાકેદાર થશે. પણ ભારતીય બેટ્સમેનોએ અને પછી તેના બોલરોએ કમાલનુ પ્રદર્શન કરતા સહેલાઈથી આ મેચ પોતાને નામે કરી લીધી.  એટલુ જ નહી ભારતીય ટીમે ટૉપ પર પોતાની પોજીશનને પણ કાયમ રાખી છે.  અત્યાર સુધી ભારત અને સાઉથ આફ્રિકા જ એવી ટીમો છે જે સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી ચુકી છે.  બાકી બે ટીમોનો નિર્ણય હજુ થવો બાકી છે. પણ સવાલ એ છે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં કંઈ ટીમ સામે ટક્કર આપતી જોવા મળશે.  ચાલો જરા સમીકરણ સમજવાની કોશિશ કરીએ. 

 
ટીમ ઈંડિયા પોઈંટ ટેબલમાં નંબર એક પર, સાઉથ આફ્રિકા નંબર બે પર 
 
વનડે વિશ્વ કપ 2023ના અંક ટેબલ પર નજર નાખીએ તો હાલ આઠમાંથી આઠ મેચ જીતીને અને 16 અંક લઈને ટીમ ઈંડિયા ટોપ પર છે. જો કે ભારતીય ટીમની એક મેચ હાલ બાકી છે. તેને 12 નવેમ્બરના રોજ નીધરલેંડસ સામે રમવાનુ છે. બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમ બીજા નંબર પર છે.  ટીમે અત્ય્હાર સુધી રમાયેલ આઠ મેચોમાંથી છ મેચોમાં જીત નોંધાવી છે અને તેની પાસે હજુ પણ 12 અંક છે. બાકી બે ટીમો કંઈ હશે તેના પરથી પડદો ઉઠવો બાકી છે. આ દરમિયાન ભારતીય ટીમે જે રીતનુ પ્રદર્શન કર્યુ છે.  તેનાથી સ્પષ્ટ દેખાય છે કે અંતિમ લીગ મુકાબલામા પણ ટીમ ઈંડિયા જીત નોંધાવી શકે છે.  તેમા વધુ સમસ્યા ન થવી જોઈએ. મતલબ ભારતીય ટીમના અંક 16 થી વધીને 18 અંક થઈ શકે છે.  બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમ જો પોતાની બચેલી મેચ જીતી જાય છે તો તેના વધુમાં વધુ 14 અંક જ થઈ શકે છે. 
 
ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ સીટ હજુ પાક્કી નથી 
પોઈંટ્સ ટેબલમાં હાલ નંબર ત્રણ પર ઓસ્ટ્રેલિયા છે. ટીમે અત્યાર સુધી સાત મેચ રમી છે અને તેમાથી પાંચ જીતીને તેની પાસે દસ અંક છે. એટલે ઓસ્ટ્રેલિયાઈ ટીમ જો બચેલા બે મેચ જીતી જાય છે તો તેના વધુથી વધુ 14 અંક થઈ શકે છે.  બીજી બાજુ ચોથા નંબર પર ન્યુઝીલેંડ છે. જેના આઠ મેચોમાંથી આઠ અંક જ છે. પાકિસ્તાનના પણ આઠ મેચોમાંથી આઠ અંક છે.  તે પાંચ નંબર પર છે.  એટલે કે પાકિસ્તાન અને ન્યુઝીલેંડ પોતાના આગામી બંને મેહ્ક જીતી જાય છે તો દસ પોઈંટ્સ સુધી પહોચી શકે છે. તેનાથી વધુ અંક નહી થઈ શકે. તેનાથી સ્પષ્ટ સમજાય જાય છે કે ભારતીય ટીમ માટે આગામી મુકાબલો વધુ મહત્વનો નથી રહ્યો. તે ટોપ પર જ રહેશે એ પાક્કુ થઈ ગયુ છે.  
 
ટીમ ઈંડિયા ટૉપ પર કરશે ફિનિશ, ચોથા નંબરની ટીમ સાથે થશે મુકાબલો 
 
સેમીફાઈનલનો નિયમ નક્કી છે કે નંબર એક પર રહેનારી ટીમનો મુકાબલો સેમીફાઈનલમાં નંબર ચારની ટીમ સાથે થશે.  બીજી બાજુ બીજા અને ત્રીજા નંબરની ટીમ પરસ્પર ટકરાશે. મતલબ કે ભારતીય ટીમ હવે ચોથા નંબરની ટીમ સામે ટકરાશે. ચોથા નંબર પર પાકિસ્તાન અને ન્યુઝીલેંડમાંથી કોઈ ટીમ આવશે. મતલબ ભારતીય  ટીમ માટે એ નક્કી થઈ ગયુ છે કે  કંઈ નબરની ટીમ સાથે મુકાબલો થશે  પણ ટીમ નક્કી થવી હજુ બાકી છે. ટીમ ઈંડિયાએ વર્ષ 2011મા વિશ્વકપ સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ.   વર્ષ 2015ના વિશ્વકપના સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે મુકાબલો થયો હતો, જ્યા ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ જો વર્ષ 2019ની વાત કરીએ તો ન્યુઝીલેંડથી હારીને ભારતીય ટીમ બહાર થઈ ગઈ હતી.  હવે જોવાનુ એ રહેશે કે આ વખતે ભારતીય ટીમ સેમીફાઈનલમાં કેવુ પ્રદર્શન કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર