ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં થશે આતંકી હુમલો, પાકિસ્તાની આતંકવાદી પન્નૂએ ખુલેઆમ આપી ધમકી

બુધવાર, 12 જુલાઈ 2023 (12:08 IST)
પંજાબના બરનાલામાં ડિપ્ટી કમિશ્નર ઓફિસ અને રહેઠાણ બહાર ખાલિસ્તાન જિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. એટલુ જ નહી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈને મોટી ધમકી આપવામાં આવી છે.  ખાલિસ્તાન સમર્થક નારા વન વિભાગ અને સીએમ ભગવંત માનના સરકારી બૈનર પર પણ લખવામાં આવ્યુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂની સિખ ફોર જસ્ટિસ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 
 
ગુરપતવંત પન્નૂએ વીડિયોમાં આપી ધમકી 
આ વાતને લઈને ગુરપતવંત પન્નૂ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેયર કરવામાં આવ્યો છે.  પન્નૂએ આ વીડિયોમાં ભારતમાં થનારા ક્રિકેટ વર્લ્ડ કપને રોકવાની પણ ધમકી આપી છે. જેમ કનાડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મોતનો બદલો લેવાની વાત કરવમા આવી છે. ખાલિસ્તાનના નારા લખાયા બાદ તરત જ બરનાલા સરકાર હરકતમાં આવી ગઈ. 
 
ખાલિસ્તાનના નારાને પેંટ કરાવવામાં આવ્યા 
દિવસ શરૂ થતા પહેલા જ જ્યા ખાલિસ્તાનના નારા લખવામાં આવ્યા હતા ત્યા પેંટ કરાવી દેવામાં આવ્યુ.   ડીસી ઓફિસ અને રિહાઈશના બોર્ડ પર સફેદ રંગનુ પેંટ કરવામાં આવ્યુ છે.  બીજી બાજુ વન વિભાગની દિવાલ પર લખવામાં આવ્યુ છે કે અહી ફૂલ તોડવાની મનાઈ છે. એક બાજુ લખવામાં આવ્યુ છે અહી પેશાબ કરવાની મનાઈ છે.  જ્યારે કે વન વિભાગના બોર્ડ પર હજુ પણ ખાલિસ્તાન જિંદાબાદ લખેલુ રહી ગયુ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર