Asia Cup 2023 - શ્રીલંકા એશિયા કપ ફાઇનલમાં, 17મીએ ભારત સાથે ટકરાશે, છેલ્લા બોલ પર 2 રન બનાવીને પાકિસ્તાનને હરાવ્યું, અસલંકાએ અણનમ 49 રન બનાવ્યા હતા
મેન્ડિસ-સમરાવિક્રમાએ સદીની ભાગીદારી કરી હતી
77 રન પર પથુમ નિસાન્કાની વિકેટ ગુમાવ્યા બાદ કુસલ મેન્ડિસે સદિરા સમરવિક્રમા સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંનેએ ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. મેન્ડિસે પોતાની ફિફ્ટી પૂરી કરી અને ટીમનો સ્કોર 150 રનને પાર કરી ગયો. 30મી ઓવરમાં બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ જ ઓવરમાં સમરવિક્રમા 48 રન બનાવીને આઉટ થયો હતો અને બંને વચ્ચેની ભાગીદારી તૂટી ગઈ હતી. બંનેએ 98 બોલમાં 100 રનની ભાગીદારી કરી હતી.