ટીમ ઈંડિયાએ બાંગ્લાદેશને 28 રનથી હરાવીને વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલ હરીફાઈમાં પ્રવેશ કરી લીધો છે. હિટમૈનના નામથી જાણીતા રોહિતે બાંગ્લાદેશને વિરુદ્ધ કુલ 5 સિક્સર અને 7 ચોક્કા લગાવ્યા. તેમને 104 રનની શાનદાર રમત રમી. આ વિશ્વકપમાં ચોથી સેચુરી મારીને રેકોર્ડ બનાવનારા ભારતીય ઉપકપ્તાન રોહિત શર્માની સાથે મેચ દરમિયાન એક ઘટના થઈ. જેનાથી તેઓ અજાણ હતા. રોહિત શર્માની બેટિંગ દરમિયિઆન એક સિક્સર એવો પણ જડ્યો જેને કારણે બર્મિધમ ના એજબેસ્ટન સ્ટેડિયમમાં હાજર એક ભારતીય મહિલા ફૈનને વાગ્યુ. તેથી તે ઘાયલ થઈ ગઈ.
રોહિત શર્માએ મેચ પછી ભારતીય મહિલા ફૈન સાથે મુલાકાત કરી અને તેને સરપ્રાઈઝ ઓટોગ્રાફ કૈપ ભેટ આપી. તેની તસ્વીર બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉંટ પર શેયર કરી. બીસીસીઆઈએ તસ્વીર પોસ્ટ કરતા કેપ્શન લખ્યુ, 'આ છે મીના. રોહિત શર્મા દ્વારા મારવામાં આવેલ સિક્સથી તે બોલ દ્વારા ઘાયલ થઈ. રમત પછી રોહિતે ભેટ સ્વરૂપે તેને એક ઓટોગ્રાફ કૈપ આપી."