Rishabh Pant against South Africa: ટીમ ઈંડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ ત્રીજી અને ફાઈનલ ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતે એક વાર ફરી બતાવ્યુ કે ખાસ અવસર પર તે મોટા દાવ રમવામાં નિપુણ છે. આ 24 વર્ષીય ભારતીય બેટ્સમેને એકલા હાથે ભારતની બીજી ઇનિંગમાં ટીમનું સમગ્ર વજન પોતાના ખભા પર વહન કર્યું હતું. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી આકર્ષક શૈલીમાં ફટકારી અને ભારતને 200થી ઉપરનો લક્ષ્યાંક આપવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી. રિષભ પંતે અણનમ સદી ફટકારીને ભારતે દક્ષિણ આફ્રિકાને 212 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
મેચના બીજા દિવસે ભારતીય ટીમે તેના બીજા દાવમાં 2 વિકેટે 57 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ફરી એકવાર ભારતીય બેટ્સમેનોની વિકેટો પડવા લાગી. બીજા દિવસે રાહુલ (10) અને મયંક (7) આઉટ થયા હતા. જ્યારે ત્રીજા દિવસે પુજારા (9), વિરાટ કોહલી (29), રહાણે (1), અશ્વિન (7), શાર્દુલ ઠાકુર (5), ઉમેશ યાદવ (0) અને મોહમ્મદ શમી (0) પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. . ભારતના 8 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.