મેરઠના ક્રિકેટરો માટે વધુ એક સારા સમાચાર, એક મશીન બદલશે ક્રિકેટનું ભવિષ્ય

મંગળવાર, 22 માર્ચ 2022 (16:36 IST)
ભારતીય ક્રિકેટરોને વધુ મજબૂત બનાવવા માટે, બેટ્સમેનોની ટેકનિકને વધુ શાનદાર બનાવવા માટે રવિવારે મેરઠના બીડીએમ ક્રિકેટ એકેડમીમાં ઑટોમેટિક બોલિંગ મશીન ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ મશીન કોઈ સામાન્ય મશીન નથી. આ મશીન બેટરોને તેની મનપસંદ બોલ નાખવામાં સક્ષમ છે અને ઝડપમાં આ આંતરરાષ્ટ્રીય સ્તરના બોલરોને પણ પાછળ છોડી શકે છે. આ મશીનની ખાસિયત જાણવા માટે રવિવારે પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીના પુત્ર અને ડીડીસીએના અધ્યક્ષ રોહન જેટલી પણ મેરઠ પહોંચ્યા. જ્યાં તેમણે વિશ્વની પહેલી ઑટોમેટિક બોલિંગ મશીનનો શુભારંભ કર્યો અને મશીન અંગે પણ જણાવ્યું.
 
આ મશીનમાં એવી વિશેષતાઓ છે, જેને આજ પહેલા તમે ક્યારેય સાંભળી નહી હોય. આ બોલિંગ મશીનની છે આ ખાસિયતઆ બોલિંગ મશીન વિશ્વની પ્રથમ ઑટોમેટિક બોલિંગ મશીન છે, જે 155 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંકી શકશે. આ મશીન દરેક પ્રકારની બોલ ફેંકશે. જેમકે ફાસ્ટ, સ્લો, ઈન સ્વિંગ, સ્પિન દરેક પ્રકારની બોલ આ મશીન ફેંકી શકશે. આ ફક્ત એક મશીન નથી. પરંતુ એક રોબોટની જેમ બેટરને તેની મનપસંદ બોલ ડિલીવર કરશે. આ ઉપરાંત મશીનને ખેલાડી તેના લેપટોપ મોબાઈલથી વાઈફાઈ દ્વારા પણ કનેક્ટ કરી શકશે અને ઓપરેટ કરી શકશે. આ મશીન 1 કિલોમીટરની રેન્જમાં ડિવાઈસ સાથે કનેક્ટ થઇ શકે છે. જેની સાથે સુરક્ષાની દ્રષ્ટિએ આ મશીન એક વખતમાં એક જ ડિવાઈસથી કનેક્ટ થશે. કારણકે તેનાથી ડેટા ચોરી અને હેકિંગની સમસ્યા ના થાય
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર