ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેની નિર્ણાયક મેચ ભારતે 36 રનથી જીતી લીધી હતી. આ સાથે ટીમે પાંચ મેચની ટી 20 શ્રેણી 3-2થી કબજે કરી હતી. સુકાની વિરાટ કોહલીના અણનમ 80 અને રોહિત શર્માના 64 રનના કારણે પ્રથમ બેટિંગ કરતા ભારતે બે વિકેટે 224 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. . જેના જવાબમાં ઇંગ્લેન્ડ આઠ વિકેટ ગુમાવીને 188 રન બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન (68) અને જોસ બટલરે (52) અડધી સદીની ઇનિંગ રમી હતી. ભારતની જીતનો હીરો ભુવનેશ્વર કુમાર હતો, જેમણે ચાર ઓવરમાં માત્ર 15 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી.
- - ભારતે ઇંગ્લેન્ડને 36 રનથી હરાવી ટી-૨૦ સિરીઝ 3-2થી જીતી લીધી હતી. શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી
- ઇંગ્લેન્ડે જોફ્રા આર્ચરની વિકેટ ગુમાવી બીજી વિકેટ ગુમાવી દીધી હતી. તે પંત દ્વારા રનઆઉટ હતો. તેની વિકેટ 168 રનના સ્કોર પર પડી હતી.
- ફાસ્ટ બોલર ટી નટરાજને આ ઇનિંગ્સની પહેલી વિકેટ ઝડપી શરૂઆતની ઓવરમાં રન આપ્યા પછી તેમણે કમબેક કર્યુ તેણે બેન સ્ટોક્સને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો છે.