B'day special: મેદાનની બહાર પણ લાખો દિલોની ધડકન બની ચુક્યા છે કોહલી

શનિવાર, 5 નવેમ્બર 2016 (16:42 IST)
ભારતીય ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી આજે 28 વર્ષના થઈ ગયા. તેમનો જન્મ 5 નવેમ્બર 1988માં દિલ્હીમાં થયો હતો. ડાબા હાથનો આ બેટ્સમેન પોતાની ઝટપટ બેટિંગથી ખૂબ ઓછા સમયમાં ક્રિકેટ જગતનો સૌથી લોકપ્રિય ચેહરો બની ચુક્યા છે. 
 
ફક્ત મેદાનમાં જ નહી પણ મેદાનની બહાર પણ લાખો દિલોની ધડકન બની ચુકેલા કોહલીએ એકદિવસીય ક્રિકેટમાં પોતાના કેરિયરની શરૂઆત શ્રીલંકાના વિરુદ્ધ 18 ઓગસ્ટ 2008માં થયેલ મેચ દ્વારા કરી હતી અને પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટઈંડિઝ વિરુદ્ધ 20 જૂન 2011ના રોજ રમી હતી.  વર્ષ 2011માં ટેસ્ટ ક્રિકેટમાં પગ મુકનારા વિરાટ કોહએલીને તેમની ફડાકેદાર રમતના દમ પર જ સીમિત ઓવરોના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના 2014માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યા પછી ભારતીય ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી. 
 
કોહલી 48 ટેસ્ટ મેચમાં આજ સુધી બે ડબલ સેંચુરી અને 13 સેંચુરી મારી ચુક્યા છે અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 211 રન છે જે તેમણે તાજેતરમાં ન્યૂઝીલેંડ વિરુદ્ધ ઈન્દોરમાં બનાવ્યો હતો. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટમાં નંબર વન બનાવનારા વિરાટ કોહલીને ન્યૂઝીલેંડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચ પછી આઈસીસીએ ટેસ્ટ ગદા સોંપીને સન્માનિત કર્યા હતા.  ટેસ્ટ કપ્તાન કોહલીનો જલવો એકદિવસીય મેચમાં પણ કાયમ રહ્યો છે. તેમણે 176 વનડે મેચમાં અત્યાર સુધી 26 સેંચુરે અને 38 હાફસેંચુરી બનાવી છે. 

વેબદુનિયા પર વાંચો